આજે રિલીઝ થશે ફિલ્મ 'ધડક' નું ટ્રેલર, તસવીરોમાં જુઓ જ્હાનવી-ઇશાનની જબરદસ્ત કેમેસ્ટ્રી
નોંધનીય છે કે, આ ફિલ્મ 6 જુલાઇએ રિલીઝ થશે. ફિલ્મનું નિર્દશન શશાંક ખેતાન કરી રહ્યાં છે અને કરણ જોહરે આને પ્રૉડ્યૂસ કરી છે.
ફિલ્મની સ્ટૉરી રાજસ્થાનની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. આ ફિલ્મ મરાઠી ફિલ્મ 'સૈરાટ'ની ઓફિશિયલ હિન્દી રિમેક છે.
આ તસવીર ધર્મા પ્રૉડક્શનના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવી, આ તસવીરમાં ઇશાન, જ્હાનવીને રંગ લગાવતો દેખાઇ રહ્યો છે.
આ તસવીરને શેર કરતાં જ્હાનવીએ લખ્યું, એકદમ ખોવાયેલી લમ્હોમાં અમારી આ તસવીર ખેંચવામાં આવી.
ટ્રેલર પહેલા જ્હાનવી કપૂરે મજાકિયા અંદાજમાં ઇશાન ખટ્ટરની આ તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, તસવીર શેર કરતાં જ્હાનવીએ આને ફિલ્મનું નવુ પૉસ્ટ ગણાવ્યું છે.
આ તસવીરોમાં જ્હાનવી અને ઇશાન ખટ્ટરની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. બન્ને સ્ટાર્સ એકબીજાની સાથે કેમેરાની સાથે એકદમ કમ્ફર્ટેબલ દેખાઇ રહ્યાં છે.
મુંબઇઃ જ્હાનવી કપૂર અને ઇશાન ખટ્ટરની મચ ટૉક્ડ એન્ડ મચ અવેટેડ ફિલ્મ 'ધડક'નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવશે. ટ્રેલર પહેલા ફિલ્મની કેટલીક તસવીરો તથા પોસ્ટર્સ શેર કરવામાં આવ્યા છે. જેમાં દેખાઇ છે કે જ્હાનવી પ્રેમમાં ડુબી ગઇ છે.