ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદની ધમાકેદાર એન્ટ્રી: કઈ-કઈ જગ્યાએ વરસાદની થઈ શરૂઆત, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં હજી પણ અસહ્ય ગરમી પડી રહી છે. ભાવનગરમાં સૌથી વધારે 41.5 ડિગ્રી, અમદાવાદમાં 41.2 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.
જોકે, 20 જુન સુધી છુટાછવાયા વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે. હવામાન સુત્રોના જણાવ્યા પ્રમાણે, મોનસુન એડવાન્સ હોવાથી 8થી 10મી જુન વચ્ચે અમદાવાદ સહિત ગુજરાતમાં પ્રિ-મોનસુન એક્ટિવિટી અને 10થી 12 જુન વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા હતી.
અમદાવાદ સહિત ગુજરાતમાં 8થી 10 જૂન દરમિયાન પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ થવાની વરસાદી ઝાપટાથી માંડી હળવા વરસાદની શક્યતા હતી. જોકે હાલમાં વાતાવરણમાં મધ્ય લેવલમાં એન્ટી સાયક્લોન સર્જાતા પ્રિ-મોનસૂન એક્ટિવિટીમાં વિલંબ ઊભો થયો છે, જેના કારણે અમદાવાદ સહિત ગુજરાતમાં 23થી 25મી જુન વચ્ચે હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે.
જો કે કચ્છમાં શુષ્ક વાતાવરણ જળવાઈ રહેશે. METના અધિકારીઓએ જણાવ્યું કે, કેરળમાં આવેલા વહેલા ચોમાસાને કારણે બની શકે કે ગુજરાતમાં પણ 10 જૂનની આસપાસ વરસાદ પડી શકે છે. સામાન્ય રીતે ગુજરાતમાં જૂનના ત્રીજા અઠવાડિયાથી ચોમાસુ શરૂ થતું હોય છે.
IMDના અનુમાન અનુસાર, આ અઠવાડિયામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડ તેવી સંભાવના છે. IMDની વેબસાઈટ અનુસાર, કેન્દ્રશાસિત પ્રદેશો દીવ, દમણ અને દાદરા-નગર હવેલી સહિત ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં 11 જૂનથી 13 જૂન દરમિયાન વરસાદ પડે તેવી સંભાવના છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ડાંગ અને નવસારીમાં પણ સવારથી વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી. ભારે પવન સાથે ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ ખાબક્યો હતો.
અમદાવાદ: મહારાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆત થઈ ગયા બાદ હવે ગુજરાતમાં પણ તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. સેટેલાઈટ ઈમેજમાં ગુજરાતના ઉત્તર વિસ્તારમાં વાદળો જોવા મળ્યા હતાં. જેમાં આજે સવારથી જ સાબરકાંઠાના અનેક ગામોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો જ્યારે બનાસકાંઠાના અંબાજીમાં પણ વરસાદ પડ્યો હતો જેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. અનેક જગ્યાએ પાણી પણ ભરાઈ ગયા હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -