મુંબઈઃ જાહ્નવી કપૂર હાલમાં જ પોતાની બહેન ખુશીની સાથે એક ટોક શોમાં જોવા મળી. આ શોદરમિયાન જાહ્નવીએ ખૂબ જ મજેદાર સવાલોના જવાબ આપ્યા. એક સેગમેન્ટ દરમિયાન જાહ્નવીને પૂછવામાં આવ્યું કે જો તને કિસ કરવાની તક મળે તો તે કાર્તિક આર્યન અથવા વિકી કૌશલમાંથી કોની પસંદગી કરશે? તેના પર જાહ્નવીએ વિકી કૌશલનું નામ આપ્યું. જાહ્નવીનો આ જવાબ સાંભળી તેની બહેન ખુશી પણ થોડી વાર માટે હેરાન થઈ ગઈ હતી.



જાહ્નવી કપૂર કરણ જોહરની આગામી ફિલ્મ તખ્તમાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે વિકી કૌશલ લીડ રોલમાં જોવા મળશે. જેમાં વિકી મુગલ શાહ ઔરંગઝેબના રોલમાં જોવા મળશે, જ્યારે જાહ્નવીના રોલ વિશે કોઈ જાણકારી સામે આવી નથી.



વિકી કૌશલની તો હાલ તે ઉરીને બોક્સ ઓફિસ પર મળેલી ભવ્ય સફળતાને એન્જોય કરી રહ્યો છે. પરંતુ તેની પર્સનલ લાઈફમાં કંઈક ઠીક ચાલી રહ્યું હોય તેમ લાગતું નથી, કારણ કે ગર્લફ્રેન્ડ હરલીન સેથી સાથે તેનું બ્રેકઅપ થયું છે અને આ માટે એક્ટ્રેસ ભૂમિ પેડનેકરને જવાબદાર માનવામાં આવી રહી છે. તો થોડા દિવસ પહેલા એક હોરર ફિલ્મનું શૂટિંગ કરતી વખતે પડી જતાં તેને ચહેરા પર 13 ટાંકા આવ્યા હતા.