નવી દિલ્હીઃ ગઇકાલે ચેન્નાઇ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઇ, મેચમાં ધોની સેનાએ જબરદસ્ત ફોર્મ ચાલુ રાખતા હૈદરાબાદને 6 વિકેટથી હરાવ્યુ. મેચમાં સૌની નજર શેન વૉટસન પર રહી, તેને 96 રન બનાવીને ટીમને જીત અપાવી. જોકે આ બધાની વચ્ચે ધોનીના એક સીને બધાના દિલ જીતી લીધા. ધોનીએ સ્ટમ્પ પાછળનો જાદુ બતાવતા વૉર્નરને આઉટ કર્યો હતો. આને એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.




વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, જ્યારે કોઇ દાવ કામ ના આવ્યો ત્યારે ધોનીએ પોતાનું આખરી શસ્ત્ર અજમાવ્યુ. ઇનિંગની 14મી ઓવરમાં હરભજનને તેની છેલ્લી ઓવર સોંપી. ભજ્જીએ અહીં પોતાનો ફિરકી બૉલ ફેંક્યો, વૉર્નર ચૂકી ગયો ને સ્ટમ્પ પાછળ ઉભા રહેલા ધોનીએ પોતાની સુપરફાસ્ટ સ્ટમ્પિંગનો જલવો બતાવ્યો હતો. ધોની માત્ર 0.20 સેકન્ડમાં વૉર્નરનું સ્ટમ્પ ઉખાડી દીધુ. વૉર્નર પણ ચોંકી ગયો અને ધોનીના સ્ટમ્પિંગના કારણે તે એમ્પ્યારના નિર્ણયની પણ રાહ જોવા ઉભો ના રહ્યો અને પેવેલિયન તરફ ચાલવા લાગ્યો હતો.