જાન્હવીએ આ અંદાજમા માને કરી યાદ
જાન્હવીએ માની પુણ્યતિથિ પર સોશિયલ મીડિયા પર એક ખાસ ચીજ પોસ્ટ કરી છે. જાન્હવીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે શ્રીદેવીના હેન્ડરાઇટિંગ વાળો લેટર પોસ્ટ કર્યો છે. જેમાં શ્રીદેવીએ લખ્યું છે કે,’આઇ લવ યૂ લાડુ, તું દુનિયાની બેસ્ટ બેબી છે’
આ તસવીરને શેર કરતા જાન્હવીએ લખ્યું.. ‘મિસ યૂ’ આ પોસ્ટ પરથી એટલું સમજી શકાય છે કે, શ્રીદેવી જાન્હવીને કેટલો પ્રેમ કરતી હતી અને જાન્હવી પણ તેમની માને કેટલી મિસ કરે છે. તેની દરેક યાદોને સાચવીને રાખી રહી છે.
પુણ્યતિથિ પર પૂજા
શ્રીદેવીની પુણ્યતિથિના પ્રસંગે ચેન્નઇના ઘરમાં પૂજા રખાઇ હતી. પૂજામાં શ્રીદેવીના પતિ બોની કપૂર, બેટી જાન્હવી અને ખુશી કપૂર સામેલ થઇ હતી.
દુબઇમાં થયું હતું નિધન
શ્રીદેવી પરિવાર સહિત મેરેજ એટેન્ડ કરવા દુબઇ ગઇ હતી. 24 ફેબ્રુઆરીએ એક હોટેલમાં તેનું સંદિગ્ધ હાલતમાં મૃત્યું થયું હતું. તેમના મોતના સમાચારથી પરિવાર સહિત ફેન્સ સ્તબ્ધ થઇ ગયો હતો.પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ એક્ટ્રેસનું નિધન બાથટબમાં ડૂબી જવાથી થયું હતું.