અમદાવાદઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું ભૂમિપૂજન અને ક્રિકેટના સૌથી મોટા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યુ હતું.  ક્રિકેટના સૌથી મોટા સ્ટેડિયમનું નામ  બદલીને ભારતના પ્રધાનમંત્રી મોદીના નામ પરથી રાખવામાં આવ્યું હતું. હવેથી આ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકે ઓળખાશે.

Motera Stadium Renamed: વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને કોના નામ પરથી રખાયું ?


સ્ટેડિયમની વિશેષતા

મોટેરા વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, જેમાં 1 લાખ 10 હજાર દર્શકોની બેસવાની ક્ષમતા છે.

આ સ્ટેડિયમ 63 એકરમાં બનાવવામાં આવ્યું છે. સ્ટેડિયમમાં ચાર ડ્રેસિંગ રૂમ અને ત્રણ પ્રેક્ટિસ મેદાન છે.

તેમાં ઇન્ડોર અને આઉટડોર બંને પ્રેક્ટિસ માટેની સુવિધાઓ છે.

અહીંની ડ્રેનેજ સિસ્ટમ એટલી આધુનિક છે કે વરસાદ બંધ થયાના અડધા કલાક પછી જ મેચ શરૂ થઈ શકે છે.

દેશનું આ પહેલું સ્ટેડિયમ છે જ્યાં ખાસ એલઇડી લાઇટ્સ પણ લગાવવામાં આવી છે.

5 વર્ષમાં સ્ટેડિયમ ફરીથી બનાવવામાં આવ્યું

મોટેરા સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 12 ટેસ્ટ રમવામાં આવી છે. ભારતે આ 12 મેચમાંથી 4 મેચ જીતી અને બેમાં હારનો સામનો કરવો પડ્યો. 6 મેચ ડ્રો છે. આ સિવાય આ મેદાન પર રમાયેલી 16 વનડે મેચમાંથી ભારત 7 માં જીત્યું છે અને તેમને 8 માં હારનો સામનો કરવો પડ્યો છે.

2016 માં, સ્ટેડિયમ તોડી પાડવાની કામગીરી શરૂ થઈ. પાંચ વર્ષમાં બનેલા આ સ્ટેડિયમની કિંમત 750-800 કરોડ રૂપિયા છે.