એકદમ બૉલ્ડ અને સેક્સી છે અનૂપ જલોટાની ગર્લફ્રેન્ડ જસલીન, તસવીરો થઇ વાયરલ
અગાઉ એક ઇન્ટરવ્યૂમાં જસલીને કહ્યું હતું કે, અમે બન્ને બિઝી શિડ્યૂલના કારણે સાથે રહી શકતા નથી, પણ બિગ બૉસના ઘરમાં સાથે રહેવાનો મોકો મળશે. ત્યારબાદ અમે બન્ને લગ્નને લઇને નિર્ણય કરીશું.
જસલીન અને અનૂપ જલોટા છેલ્લા સાડા ત્રણ વર્ષથી એકબીજા સાથે રિલેશનમાં છે. હવે બિગ બૉસમાં આવવાથી આ રિલેશન ખુલ્લુ પડી ગયુ છે.
નવી દિલ્હીઃ રિયાલિટી શૉ 'બિગ બૉસ 12'ની શરૂઆત થઇ ચૂકી છે. દરેવખતની જેમ આ વખતે પણ સલમાન ખાન આને હૉસ્ટ કરી રહ્યાં છે. 'બિગ બૉસ 12' આ વખતે ખાસ ચર્ચામા આવ્યુ છે, અને તે છે અનૂપ જલોટા અને તેની ગર્લફ્રેન્ડના કારણે.
ઉંમરને લઇને જસલીને કહ્યું હતું કે, ઉંમર મારા માટે મહત્વ નથી રાખતી. ઉલ્લેખનીય છે કે, અનૂપ જલોટા 65 વર્ષના છે જ્યારે જસલીન 28 વર્ષની છે. બન્ને વચ્ચે 37 વર્ષની એજ ગેપ છે.
ભજન સમ્રાટ અનૂપ જલોટાએ જણાવ્યું કે, તે સિંગર જસલીન મથારુની સાથે રિલેશનશિપમાં છે. બન્નેની ઉંમરમાં 37 વર્ષનો ડિફરન્સ છે અને આ જા કારણે બન્ને ચર્ચામાં ચઢ્યા છે. અહીં તેની કેટલીક હૉટ અને ગ્લેમરસ તસવીરો બતાવવામાં આવી છે, જે સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહી છે.
આ અગાઉ જસલીને કહ્યું કે, અમે બન્ને એકબીજાને છેલ્લા સાડા ત્રણ વર્ષથી ડેટ કરી રહ્યાં હતાં, અને આના વિશે અમારા ઘરવાળાઓને પણ ખબર ન હતી. એટલે આ વાત તેમના માટે શૉકિંગ બની જશે.