નવી દિલ્હીઃ સાઉથ એક્ટ્રેસ  (South Actress) અને ભારતીય ક્રિકેટર જસપ્રીત બુમરાહની  (Jasprit Bumrah) ની રૂમર્ડ ગર્લફ્રેન્ડ ગણાતી અનુપમા પરમેશ્વરન (Anupama Parameswaran) આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘Rowdy Boys’ને લઇને ખુબ ચર્ચામાં છે.


એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરન આ ફિલ્મમાં પ્રૉડ્યૂસર દિલ રાજૂના ભત્રીજા આશીષ રેડ્ડી સાથે સ્ક્રીન શેર કરી રહી છે. મૂવીનુ ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવી ચૂક્યુ છે, અને આમાં એક્ટ્રેસ પહેલીવાર પડદા પર કિસિંગ સીન કરતી દેખાઇ રહી છે. જેમાં તેની સાદગી પર ફિદા ફેન્સ ખુબ નારાજ થઇ ગયા છે. 


એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરને પદડા પર પહેલીવાર કોઇ એક્ટરની સાથે લિપ કિસિંગ સીન કર્યો છે. તેને આ સીન આશીષ રેડ્ડીની સાથે કર્યો છે. આશીષ આ મૂવીથી પોતાનુ ડેબ્યૂ કરી રહ્યો છે. ‘Rowdy Boys’નુ ટ્રેલર ખુબ એક્સાઇટ કરી દેનારુ છે. આમાં જોઇ શકાય છે કે, બન્ને કલાકારો કેટલીય વાર લિપ સીન કરે છે. એટલે એ કહેવુ ખોટુ નથી કે સ્ક્રીન પર આની મજેદાર કેમેસ્ટ્રી જોવા મળી જશે. જે ફિલ્મમાં રોમાંચ પેદા કરશે.  


ખરેખરમાં અનુપમા પરમેશ્વરનનો આ કિસિંગ સીન ફેન્સને પસંદ નથી આવી રહ્યો, સોશ્યલ મીડિયા પર ફેન્સ તેના આ સીનની જબરદસ્ત રીતે મજાક ઉડાવી રહ્યાં છે. અને કેટલાક ફેન્સ તો વળી આના પર ગુસ્સે પણ ભરાઇ ગયા છે, કહે છે કે સાદગી અને સીધી સરળ છોકરી આ સીન કેમ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમના ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ સાથે અગાઉ અનુપમા પરમેશ્વરનનુ રિલેશન હોવાનુ સામે આવ્યુ હતુ. કેટલાક લોકો આને અફવા ગણાવતા હતા. જોકે, અંતમાં બુમરાહે સાઉથ સ્ટાર અને સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્ન કરીને તમામ અટકળો પર પૂર્ણ વિરામ મુકી દીધુ હતુ.





આ પણ વાંચો........ 


Coronavirus Cases Today: કોરોના બેકાબૂ બન્યો, છેલ્લા 24 કલાકમાં 2 લાખ 47 હજારથી વધુ કેસ નોંધાયા, 5488 લોકો ઓમિક્રોનથી સંક્રમિત


Electric Vs Petrol Scooter: કયું સ્કૂટર સારું છે ઇલેક્ટ્રિક કે પેટ્રોલ ? જાણો બંનેના ફાયદા અને ગેરફાયદા


એક સાથે 32000 સરકારી પદો પર થશે ભરતી


Railway Recruitment 2022: રેલ્વેમાં ભરતી બહાર પડી, 10 પાસ કરી શકશે અરજી, જાણો સંપૂર્ણ વિગતો


KVS Recruitment 2022: કેન્દ્રીય વિદ્યાલયમાં નોકરીની સૂવર્ણ તક, 15 જાન્યુઆરી સુધી કરી શકાશે અરજી, જાણો વિગતે


Heart Attack:હાર્ટ અટેકનું આ લોકોને વધુ રહે છે વધુ જોખમ, જાણો બચવાનો શું છે ઉપાય