સરકારી નોકરીની તૈયારી કરતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. રાજસ્થાન શિક્ષણ વિભાગે રાજ્ય સ્તર પર શિક્ષકોની ભરતી માટે રાજસ્થાન  એલિજિબિલિટી ટેસ્ટ હેઠળ ભરતીઓની જાહેરાત કરી છે. વિભાગે શિક્ષક સ્તર એક (પ્રાથમિક વર્ગ 1 થી 5) અને શિક્ષક સ્તર બે (ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ 6 થી 8)ના 32 હજાર ખાલી પદો પર ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી માટે ઓનલાઇન અરજી  10 જાન્યુઆરીથી શરૂ થઇ ગઇ છે. ઇચ્છુક અને યોગ્ય પાત્રતા ધરાવતા ઉમેદવારો જેમની પાસે BA, BEd, સ્નાતક ડિગ્રી તે પોતાના લોગીન આઇડી અને પાસવર્ડ દાખલ કરીને sso.rajasthan.gov.in પર અરજી શકે છે. અરજી કરવાની અંતિમ તારીખ 09 ફેબ્રુઆરી ,2022 છે.


અરજી કેવી રીતે કરી શકો છો?


સ્ટેપ-1 પ્રથમ સ્ટેપઃ સતાવાર પોર્ટલ sso.rajasthan.gov.in પર જાઓ અને પોતાનું રજીસ્ટ્રેશન પૂર્ણ કરો


સ્ટેપ-2 લોગિન ક્રેડેન્શિયલ્સ બન્યા બાદ શિક્ષક ભરતી લિંક પર ક્લિક કરો અને પોતાનું ફોર્મ ભરો.


સ્ટેપ-3 ફોર્મ ભર્યા બાદ પોતાની તમામ ડિટેઇલ્સ કન્ફર્મ કરી દો.


સ્ટેપ-4 પોતાનો મોબાઇલ નંબર, ઇમેલ આઇડી અને આધાર નંબર દાખલ કરવો જરૂરી છે.


સ્ટેપ -5 અરજી માટે પોતાની ફીની ચૂકવણી કરો અને સબમિટ કરી દો.


Mercedes Benz લોન્ચ કરશે Made in India EQS ઈલેક્ટ્રિક કાર, ભારતમાં સૌથી લાંબી રેન્જ ધરાવતી હશે EV


Omicron Variant Alert:ઓમિક્રોનના આ 2 લક્ષણો છે એકદમ અલગ, ના કરો નજર અંદાજ


IND vs SA ODI Series: વન ડે ટીમમાં થયા બે બદલાવ, પાંચ વર્ષ બાદ આ ખેલાડીને મળ્યો મોકો


Ahmedabad : ઉત્તરાયણને લઈને પોલીસ એક્શન મોડમાં, ધાબા પર નિયમો તોડશો તો પડી શકે ભારે


 


 


 


એપ્લિકેશન ફીસ બિન અનામત કેટેગરી માટે 100 રૂપિયા, ઓબીસી માટે 70 રૂપિયા તથા અનામત કેટેગરીના ઉમેદવારો માટે 60 રૂપિયા છે. લેવલ 1 શિક્ષક ભરતી માટે ઇન્ટરમીડિએટ પાસ ઉમેદવાર એપ્લાય કરી શકે છે જ્યારે લેવલ 2માં ગેજ્યુએટ ઉમેદવાર અરજી કરી શકે છે. નિર્ધારિય યોગ્યતાઓની અન્ય તમામ જાણકારીઓ ચેક કરવા માટે ઉમેદવારે જાહેર નોટિફિકેશન ચેક કરી શકે છે.