મુંબઈઃ દેશના મહાન ક્રાંતિકારી શહીદ ભગત સિંહની 113મી જયંતી પર દેશવાસીઓએ તેમને નમન કર્યું. તેમાં ગીતકાર જાવેદ અખ્તર અને કંગના રનૌત પણ સામેલ રહ્યા. પરંતુ આ શહીદ ભગત સિંહને લઈને આ બન્ને બોલિવૂડ સેલેબ્સમાં સોશિયલ મીડિયામાં ઉગ્ર ચર્ચા થઈ ગઈ. આ ચર્ચા જાવેદ અખ્તર દ્વારા ભગત સિંહને માર્ક્સવાદી ગણાવવાને લઈને શરૂ થઈ. તેમણે ટ્વીટમાં લખ્યું કે, ભગત સિંહ માર્ક્સવાદી હતા અને તેમણે એક ‘હું નાસ્તિક શા માટે છું’ નામથી એક લેખ પણ લખ્યો હતો. કંગના રનૌતે તેના પર પ્રતિક્રિયા આપી.


જાવેદ અખ્તરે ટ્વીટ કરીને લખ્યું, “કેટલાક લોકોએ માત્ર એ તથ્યનો સામનો નથી કરી શકાત પરંતુ તેને બીજાથી સંતાડવા પણ માગે છે કે શહીદ ભગત સિંહ એક માર્ક્સવાદી હતા અને તેમણે એક લેખ લખ્યો હતો કે હું નાસ્તિક શા માટે છું. કોઈપણ અંદાજ લગાવી શકે છે કે આવા લોકો કોણ છે. મને આશ્ચર્ય છે આજે તેઓ હોત તો તે તેમને શું કહેતા.”


કંગનાએ આપ્યો આ જવાબ

જાવેદ અખ્તરના આ ટ્વીટ પર કંગનાએ તીખી પ્રતિક્રિયા આપી અને લખ્યું, “મને એ પણ આશ્ચર્ય છે કે જો ભગત સિંહ જીવીત હોત તો શું તે એક લોકતાંત્રિક પ્રક્રિયાથી પોતાના જ લોકોને ચૂંટાયેલી સરકાર વિરૂદ્ધ વિરોધ કરવા દેત અથવા તેમનું સમર્થન કરત? શું તેમણે ભારત માતના ધર્મના આધારે ભાગમાં વહેંચાતા જોયા હોત? શું તે હજુ પણ નાસ્તિક માનતા કે તે પોતાનો બસંતી ચોલા પહેરતા?"

પ્રતીશ નંદી અને સ્વરાએ જાવેદ અખ્તરનો આપ્યો સાથ

જોકે, જાવેદ અખ્તરને અનેક લોકોનો સાથ મળ્યો છે. તેમના સમર્થનમાં એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે લખ્યું, “આ કડવું સત્ય છે.” ફિલ્મમેકર પ્રતીશ નંદીએ પણ જાવેદ અખ્તરનો સાથ આપ્યો. તેમણે પોતાની પ્રતિક્રિયામાં લખ્યું, “અર્બન નક્સલ. આજે આ શબ્દ ભગત સિંહ માટે ઉપયોગ કરવામાં આવતો હતો.” ઉપરાંત અનેક લોકોએ કંગના રનૌતનો પણ સાથ આપ્યો છે.