મુંબઈ: બોલિવૂડના જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે તેમના ઘરે બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં બોલિવૂડના જાણીતા ચહેરાઓએ ભાગ લીધો હતો. જાવેદની પાર્ટીની ખાસ વાત એ હતી કે આ પાર્ટીમાં ખાસ થીમ રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં ઘણા બોલીવૂડ સેલેબ્સજ જોવા મળ્યા હતા.




પાર્ટીની થીમ 60 અને70ના દશકના ડ્રેસ જોવા મળ્યા હતા. એવામાં શબાના આઝમી અને જાવેદ અખ્તર ખાસ અંદાજમાં જોવા મળ્યા હતા.



જાવેદ અખ્તરના દિકરા ફરહાન અખ્તર પણ આ પાર્ટીમાં ખાસ અંદાજમાં જોવા મળ્યો હતો. ફરહાન સાથે તેની ગર્લફ્રેન્ડ શિબાની પણ જોવા મળી હતી. પાર્ટીની થીમ મુજબ ફરહાન અમિતાભ બચ્ચનના લુકમાં જોવા મળ્યો હતો.



ફિલ્મ નિર્માતા બોની કપૂર પણ આ પાર્ટીમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ લીજેન્ડ એક્ટર શમ્મી કપૂરની સ્ટાઈલમાં ડ્રેસ પહેરી પહોંચ્યા હતા.



આ પાર્ટીમા આમિર ખાન અને કિરણ રાવ પણ પહોંચ્યા હતા.



અનિલ કપૂર પણ આ પાર્ટીમાં પહોંચ્યા હતા. તેઓ પાર્ટીની થીમ મુજબ ડ્રેસ પહેરી પહોંચ્યા હતા.



નિર્દેશક અને એક્ટર સતીશ કૌષિક પણ બ્લેક એન્ડ વ્હાઈટ પોલ્કા ડોટ શર્ટમાં પાર્ટીની થીમને ફોલો કરતા જોવા મળ્યા હતા.



એક્ટ્રેસ દિવ્યા દત્તા આ પાર્ટીમાં ખાસ અંદાજમાં જોવા મળી હતી. દિવ્યા અનારકલી ડ્રેસમાં પહોંચી હતી. (તમામ તસવીરો માનવ મંગલાણી)