જયા બચ્ચને જણાવી ‘જલસા’ બંગલોના ઇનસાઈડ સિક્રેટ્સ, જાણો પુત્રવધૂ ઐશ્વર્યા વિશે શું કહ્યું....
આ સાથે પોતાના બાળપણને યાદ કરતા જ્યાએ કહ્યું કે, જ્યારે અમે લોકો નાના હતા ત્યારે ઘણીવાર પડી જતા હતા, ત્યારે અમને જોનારું કોઈપણ નહોતું. પરંતુ આજે માતા પોતાના બાળકોની ખૂબ સારસંભાળ રાખે છે. સમય બદલાયો છે અને વસ્તુઓ પણ બદલાઈ છે. હવે લોકોમાં અસુરક્ષાની ભાવના પહેલાથી વધારે છે. તેઓ એક જોઈન્ટ ફેમિલીમાં રહે છે આથી હંમેશા કોઈને કોઈ તેમની સાથે હે છે. પરંતુ બદલાતા સમયમાં એકલા રહેતી માતાઓની જવાબદારી વધી જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજયા બચ્ચને કહ્યું કે, તે ત્યાં જ હોય છે, પરંતુ ઘરના લોકોને લાગે છે કે તે ત્યાં છે જ નહીં. એશ્વર્યા જાતે જ આરાધ્યાને નવડાવે છે અને ડ્રેસઅપ કરે છે. ખાવાનું પણ ખવડાવે છે અને ભણાવે છે. સપા સાંસદે કહ્યું કે, તે આ કાર્યોમાં મદદ કરે છે પણ ખૂબ જ ઓછી. જયા બચ્ચને કહ્યું કે, તેમની દીકરી પણ આવું જ કરે છે. નવા યુગની માતાઓ, પહેલાની માતાઓ કરતા વધારે સારી અને કેરિંગ હોય છે.
અમિતાભ વિશે જયા બચ્ચને કહ્યું કે, તે પોતાના પતિ અને સદીના શહેનશાહ અમિતાભ બચ્ચન સાથે ટીવી નથી જોતા. જયાએ કહ્યું, અમિતાભ મોટે ભાગે સ્પોર્ટ્સ ચેનલ જુએ છે. તેમની સાથે દીકરો અભિષેક પણ સ્પોર્ટ્સ ચેનલ જુએ છે. બાપ-દીકરો સાથે મળીને તેનો આનંદ માણે છે. સપા સાંસદે કહ્યું કે, તેમના માટે સ્પોર્ટ્સ ચેનલ જોવી વધારે બોરિંગ હોય છે, આથી તે બીજા રૂમમાં ટીવી જુએ છે.
જયા બચ્ચનને પૂછવામાં આવ્યું કે શું તેમની વહુ એશ્વર્યા ફુલ ટાઈમ એક્ટ્રેસની જોબને મિસ કરે છે? તો જવાબમાં તેમણે કહ્યું ના. જયાએ વધુમાં કહ્યું, તેમને આવું નથી લાગતું. એશ્વર્યા એક સારી વહુ છે અને એક સારી અને કેરિંગ માતા છે. એશ્વર્યા એક પળ માટે પણ આરાધ્યાને એકલા નથી છોડતી. તે ઘણીવાર બધા કામ જાતે જ કરવા ઈચ્છે છે અને આવું કરે પણ છે.
નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીની રાજ્યસભા સાંસદ જયા બચ્ચને પોતાના ઘર વિશે અનેક ખુલાસા કર્યા છે. તેણે જણાવ્યું કે, કેવી રીતે તેની પુત્રવધૂ ઐશ્વર્યા પોતાની દીકરી આરાધ્યાનું ધ્યાન રાખે છે. એશ પોતાની દીકરીને એક પળ માટે પણ એકલી નથી છોડતી. આ બધી વાતો જયા બચ્ચને ઇન્ડિયન એક્સપ્રેસના એક ખાસ કાર્યક્રમ આઈડિયા એક્સચેન્જમાં કહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -