મુંબઇઃ બૉલીવુડ સ્ટાર રણબીર સિંહ પોતાની અપકમિંગ ફિલ્મમાં ગુજ્જુની ભૂમિકા ભજવતો દેખાશે, આ એક ડ્રામા ફિલ્મ છે અને ખુબ મનોરંજક છે, પરંતુ આ ફિલ્મ રિલીઝ પહેલા જ મુશ્કેલીમાં મુકાઇ છે. આ ફિલ્મનુ નામ છે જયેશભાઇ જોરદાર. રણબીરની આ આગામી ફિલ્મ 13 મે એ રિલીઝ થઇ રહી છે.
રણબીરની જયેશભાઇ જોરદારનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું હતું. ટ્રેલરમાં એક સીન છે જેમાં રણવીર સિંહના પાત્ર જયેશભાઈના માતા-પિતા તેમની ગર્ભવતી પુત્રવધૂને sex-determination, એટલે કે જન્મ પહેલાં બાળકના લિંગની તપાસ માટે લઇ જાય છે. જોકે, ભારતમાં ડિલિવરી પહેલા બાળકનું લિંગ પરીક્ષણ કરવું 'કાયદેસર પ્રતિબંધિત' છે. જેને લઇને હવે વિવાદ ઉઠ્યો છે. દિલ્હી હાઇકોર્ટમાં ફિલ્મના ટ્રેલરને પડકારવામાં આવ્યુ છે.
દિલ્હી કોર્ટમાં રણવીર સિંહની ફિલ્મ 'જયેશભાઈ જોરદાર'ના ટ્રેલરને પડકારી છે, જેના પ્રમાણે એડવોકેટ પવન પ્રકાશ પાઠક દ્વારા દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ડિલિવરી પહેલા બાળકનું લિંગ પરીક્ષણ કરવું 'કાયદેસર પ્રતિબંધિત' છે. પવન પ્રકાશ ઇચ્છે છે કે 'પ્રતિબંધિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના આધારે' ફિલ્મમાંથી આ સીન હટાવવામાં આવે.
શું છે વિવાદ -
ફિલ્મમાં રણવીર સિંહે એક ગુજરાતી છોકરાની ભૂમિકા ભજવી રહ્યા છે, જેમના માતા-પિતા હંમેશા પુત્રવધૂ પાસેથી છોકરો જ ઈચ્છે છે. ફિલ્મમાં જયેશભાઈના માતા-પિતાએ નક્કી કર્યું છે કે, જો છોકરીનો જન્મ થશે તો તેઓ તેને મારી નાખશે. જયેશભાઇ ફિલ્મમાં આ ગર્ભસ્થ બાળક માટે પુરી ફિલ્મમાં લડી રહ્યો છે. તે પોતાના બાળકને બચાવવા માટે ગમે તે કરવા માટે તૈયાર છે અને ફિલ્મ પણ આના પર જ નિર્ધારિત છે.