મુંબઇઃ ફરહાન અખ્તર જલદી જ દર્શકોની વચ્ચે એક નવી ફિલ્મ 'જી લે જરા' જરા લઇને આવી રહ્યાં છે. બૉલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે ફિલ્મ સાથે જોડાયેલો એક પ્રૉમો વીડિયો ઇન્સટાગ્રામ પર શેર કર્યો છે. સોશ્યલ મીડિયા પર આ વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
ફિલ્મની કહાની રૉડ ટ્રિપ અને દોસ્તી પર આધારિત હશે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપડા જોનાસ, કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ એક સાથે દેખાશે. આ પહેલા ફરહાન અખ્તરે ફિલ્મ 'જિંદગી ના મિલેગી દોબારા' અને 'દિલ ચાહતા હૈ'માં દોસ્તીના સંબંધોને મોટા પડદા પર ખુબ સુંદરતાથી રજૂ કર્યા હતા. ફિલ્મ 'જી લે જરા'ની કહાની જોયા અખ્તરે લખી છે. આ ફિલ્મને એક્સેલ એન્ટરટેન્ટમેન્ટના બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે.
આ ફિલ્મને લઇને દર્શકો પણ ખુબ એક્સાઇટેડ છે. આલિયા ભટ્ટની પૉસ્ટ પર જોરદાર પોતાનુ રિએક્શન શેર કરી રહ્યાં છે. ફિલ્મ 'જિંદગી ના મિલેગી દોબારા'માં ત્રણ દોસ્તોની કહાની બતાવવામાં આવી હતી. ફિલ્મની શરૂઆત એક રૉડ ટ્રિપ પરથી થઇ હતી. જોકે, મેકર્સ ફિલ્મ 'જી લે જરા'ને પણ સુપરહિટ કરાવવાની કોશિશમાં કોઇ કસર નહીં છોડે. આ ફિલ્મને વર્ષ 2023માં રિલીઝ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે એક્સેલ ઇન્ટરનેશનલની સ્થાપના વર્ષ 1999માં રિતેશ સિઘવાની અને ફરહાન અખ્તરે સાથે મળીને કરી હતી.
પહેલીવાર એકસાથે દેખાશે આ ત્રણેય અભિનેત્રીઓની જોડી-
આ પહેલો અવસર હશે જ્યારે ઇન્ડસ્ટ્રીની ત્રણ મોટી અને શાનદાર અભિનેત્રીઓ એક સાથે હશે. જ્યાં પ્રિયંકા ચોપડા છેલ્લીવાર બૉલીવુડ ફિલ્મ 'ધ સ્કાય ઇઝ પિન્ક'માં દેખાઇ હતી તો વળી કેટરીના કૈફ છેલ્લીવાર સલમાન ખાનની ફિલ્મ 'ટાઇગર-3'માં દેખાઇ હતી. ફરહાન અખ્તરની આ ફિલ્મનો દર્શકોને બેસબ્રીથી ઇન્તજાર કરી રહ્યાં છે. આ ફિલ્મને એક્સેલ એન્ટરટેન્ટમેન્ટના બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે.