તાજેતરમાં શ્રીલંકા સામે રમાયેલી વન ડે અને ટી-20 શ્રેણીમાં ભારત તરફથી ગુજરાતના ભાવનગરના વતની ચેતન સાકરિયાએ ડેબ્યૂ કર્યુ હતું. ડાબોડી બોલર સાકરિયાના સીરિઝમાં શાનદાર દેખાવ બાદ તેની આઈપીએલ ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રોયલ્સે એક ઈન્સ્ટા સ્ટોરી શેર કરી છે. જેમાં સાકરિયા ક્રિકેટર બનતાં પહેલા શું કરતો તે દર્શાવાયું છે.
કોની દુકાનમાં એકાઉન્ટન્ટ તરીકે કરતો હતો કામ
રાજસ્થાન રોયલ્સ દ્વારા સાકરિયાના વતનની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં તેમણે ડાબોડી ફાસ્ટ બોલર ક્રિકેટર બનતાં પહેલા સ્ટેશનરીની દુકાનમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હોવાનું શોધ્યું હતું. આ વીડિયોને રાજસ્થાન રોયલ્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયો મુજબ આ દુકાન તેના મામાની છે. જ્યે તેણે એકાઉન્ટન્ટ તરીકે કામ કર્યુ છે અને આશરે 500 કલાયન્ટ્સ મેનેજ કરતો હતો.
આઈપીએલમાં 1.20 કરોડમાં ખરીદાયો
ભાવનગરના યુવા ક્રિકેટર ચેતન સાકરિયાને આરસીબીએ 1.20 કરોડમાં ખરીદ્યો છે. કોરોનાના કારણે આઈપીએલ સ્થગિત થઈ તે પહેલા તેણે 8.22ની સરેરાશથી 7 વિકેટ ઝડપી છે. ભાવનગરના વરતેજ ગામના અને સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવતા સાકરિયા પરિવારના ચેતનને બાળપણથી ક્રિકેટ રમવાનો જબરો શોખ હતો. એક સમયે આર્થિક સંકડામણથી ક્રિકેટનું સપનું રોળાય જાય તેવા સંજોગો ઊભા થયા હતા, પરંતુ ચેતનના મામા મનસુખભાઇએ પાર્ટ ટાઇમ કામ આપ્યું અને ક્રિકેટ પણ ચાલુ રખાવ્યું હતું.
થોડા મહિના પહેલા જ પિતાનું થયું નિધન
ચેતન સાકરિયાએ 13-14 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું, તેના પપ્પાનું થોડા સમય પહેલા જ નિધન થયું હતું. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને તેમના નિધન પર શોક વ્યક્ત કરતા એક નિવેદનમાં કહ્યું, હતું " સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં તમામ ખેલાડીઓ ચેતન સાકરિયાના પિતાના નિધનથી દુખી છે." એસોસિએશને કહ્યું ચેતન સાકરિયા પ્રત્યે સંવેદના જાહેર કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ તેમના પરિવારને આ દુખ સહન કરવાની તાકત આપે સાથે જ તેમને પિતાની આત્માને શાંતિ આપે.'