Jennifer Aniston Father Death: ફિલ્મ જગતમાંથી આજે બીજા એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, આ પહેલા સાઉથ સુપરસ્ટાર એક્ટર મહેશ બાબૂના પિતા કૃષ્ણાનું નિધન થયુ હતુ, હવે આજે બીજા સમાચાર પણ નિધનના સામે આવ્યા છે, ફિલ્મોની હૉટ એક્ટ્રેસ જેનિફર એનિસ્ટનના પિતાનું પણ નિધન થઇ ગયુ છે, આ વાતની જાણકારી તેને ખુદ એક ભાવુક પૉસ્ટ શેર કરીને આપી હતી. આ સમાચાર મળતાની સાથે જ આખા હૉલીવુડ ફિલ્મ જગતમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે. 


અભિનેત્રી જેનિફર એનિસ્ટનના પિતા જૉન એનિસ્ટનનું 89 વર્ષની ઉંમરે નિધન થઇ ગયુ છે. ટીવી શૉ ડેઝ ઓફ ઓવર લાઇવ્ઝ, જેનિફર એનિસ્ટને એક પૉસ્ટ શેર કરી છે, અને પોાતાના પિતાને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. 




પોતાના પિતાની નિધનની જાહેરાત કરતાં એક્ટ્રેસ જેનિફર એનિસ્ટને એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી છે, જેમાં તે પોતાના પિતા સાથે બાળપણમાં દેખાઇ રહી છે. તેને લખ્યું- પ્રેમાળ પિતા... જૉન એન્થની એનિસ્ટન. તમે તે સૌથી સુંદર વ્યક્તિઓમાંથી એક હતા જેને હું સારી રીતે જાણું છું, હું બહુજ આભારી છું કે તમે શાંતિથી... અને વિના કોઇપણ જાતના દુઃખ વિના સ્વર્ગમાં ઉડી ગયા, અને 11/11 એ પણ ઓછુ નથી. આ યોગ્ય સમય હતો, આ આંકડા હંમેશા મારા માટે ખુબ મહત્વનો રહેશે. હવે હું તમને સમયના અંત સુધી જરૂર પ્રેમ કરીશ. યાત્ર કરવાનુ ના ભૂલો. જેનિફર એનિસ્ટને પોતાની પૉસ્ટમાં લાંબી કહાની લખી હતી, અને પિતાને યાદ કર્યા હતા. ફેન્સે તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી અને જેનિફર માટે દિલાસો આપતી કોમેન્ટ્સ કરી.






હૉલીવુડ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ -જેનિફર એનિસ્ટનના હોલિવૂડ ફ્રેન્ડ્સ અને સેલેબ્સે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. વન્ડર વુમન ફેમ ગેલ ગેડોટે હાર્ટ ઇમોજી કોમેન્ટ કરી. એક્ટર રોવ લોવે હાર્ટ ઇમોજી સાથે કોમેન્ટમાં લખ્યું, "ઘણો પ્રેમ મોકલી રહ્યો છું." એક્ટર એશ્લે બેન્સને પણ હાર્ટ ઇમોજી સાથે કોમેન્ટ કરી હતી. આ સિવાય અન્ય ઘણા સેલેબ્સે પણ શોક વ્યક્ત કર્યો હતો.