Crime News:ભાવનગર શહેરના કાળિયા બીડ વિસ્તારમાં ગોકુસ સોસાયટીના રહેણાંક મકાનમાં મોટી માત્રામાં શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થનો જથ્થો મળ આવતા પોલીસ તંત્ર દોડતું થયું છે.
ભાવનગર શહેરના કાળિયા બીડ વિસ્તારમાં મોટી માત્રામાં શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થનો જથ્થો મળી આવ્યો છે.ભાવનગરના કાળિયાબીડ વિસ્તારના ગોકુલ નગર સોસાયટીનાં રહેણાંકી મકાનમાંથી જથ્થો મળી આવતા પોલીસ દોડતી થઇ ગઇ છે. ઘટનાની જાણ થતાં જ બોબ્મ ડિસ્પોઝલ, ડોગસ્કોડ, LCB, SOG સહિત DYSP નો કાફ્લો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.
આફતાબે શ્રદ્ધાના 35 ટુકડા કર્યા, 180 દિવસ બાદ દિલ્હી પોલીસે હત્યાના કેસનો ખુલાસો કર્યો
દેશની રાજધાની દિલ્હીના મહેરૌલી પોલીસ સ્ટેશન વિસ્તારની પોલીસે લગભગ 6 મહિના પહેલા થયેલી હત્યાના કેસનો ખુલાસો કરતા એક વ્યક્તિની ધરપકડ કરી છે જેનું નામ આફતાબ જણાવવામાં આવી રહ્યું છે.
દેશની રાજધાની દિલ્હીના મહેરૌલી પોલીસ સ્ટેશન વિસ્તારની પોલીસે લગભગ 6 મહિના પહેલા થયેલી હત્યાના કેસનો ખુલાસો કરતા એક વ્યક્તિની ધરપકડ કરી છે જેનું નામ આફતાબ જણાવવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ, આફતાબ અને શ્રદ્ધા નામની યુવતીની મિત્રતા મુંબઈના એક કોલ સેન્ટરમાં કામ કરતી વખતે થઈ હતી. મિત્રતા ધીરે ધીરે પ્રેમમાં બદલાઈ ગઈ, ત્યારબાદ પરિવારનો વિરોધ કરતા બંને દિલ્હી ભાગી ગયા.
શ્રદ્ધા શરૂઆતમાં તેના પિતા સાથે સંસ્કૃતિ એપાર્ટમેન્ટમાં રહેતી હતી. તેણીએ તેના પિતાને છોડી દીધા અને વસઈના દિવાન હોમમાં રહેતા આફતાબ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગી. તે પછી બંને નાયગાંવમાં રહેવા લાગ્યા અને ત્યાંથી તે દિલ્હી ચાલ્યા ગયા. આ વાત તેના મિત્ર સહાધ્યાયી લક્ષ્મણ નાદર (20)ને ખબર હતી. નાદર પણ તેનો સહાધ્યાયી હતો, પછી તે થોડો સમય નાદર સાથે સંપર્કમાં પણ નહોતો.
પરિવાર સોશિયલ મીડિયા પરથી માહિતી મેળવતો હતો
શ્રદ્ધાના પરિવારજનો સોશિયલ મીડિયા દ્વારા તેના વિશે માહિતી મેળવતા હતા, પરંતુ જ્યારે સોશિયલ મીડિયા પર અપડેટ્સ બંધ થઈ ગયા, ત્યારે છોકરીના પિતા દિલ્હી પહોંચ્યા અને પુત્રી ન મળવા અંગે દિલ્હી પોલીસને ફરિયાદ કરી. શ્રદ્ધાના પિતાએ આરોપ લગાવ્યો હતો કે તેમની પુત્રી મુંબઈમાં કોલ સેન્ટરમાં કામ કરતી હતી, જ્યાં તેની મુલાકાત આફતાબ નામના વ્યક્તિ સાથે થઈ હતી. આ પછી બંનેની મિત્રતા ખૂબ જ ગાઢ બની અને બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા, પરંતુ પરિવારના સભ્યો આ વાતથી ખુશ ન હતા. જેના કારણે તેણે તેનો વિરોધ કર્યો હતો. આ વિરોધને કારણે તેમની પુત્રી અને આફતાબ મુંબઈ છોડીને દિલ્હી આવી ગયા અને અહીં છતરપુર વિસ્તારમાં રહેવા લાગ્યા.
કનિકલ સર્વેલન્સની મદદથી દિલ્હી પોલીસે આફતાબને શોધવાનું શરૂ કર્યું, ત્યારબાદ એક ગુપ્ત માહિતીના આધારે આફતાબને પકડવામાં આવ્યો. પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે, શ્રદ્ધા તેના પર લગ્ન માટે સતત દબાણ કરી રહી હતી, જેના કારણે તેમની વચ્ચે વારંવાર ઝઘડા થવા લાગ્યા. આ પછી મે મહિનામાં તેની નિર્દયતાથી હત્યા કરી અને મૃતદેહના ટુકડા કરી અલગ અલગ જગ્યાએ જંગલમાં ફેંકી દીધા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી આફતાબે શ્રદ્ધાના લગભગ 35 ટુકડા કર્યા હતા, જેને તે ફ્રીઝમાં રાખતો હતો. લાશના ટુકડા રાખવા તે નવું ફ્રીઝ ખરીદી લાવ્યો હતો. લગભગ 18 દિવસ સુધી તેણે આ મૃતદેહોના ટુકડાને રાખ્યા અને તેને મહેરૌલીના જંગલોમાં ફેંકી દીધા. આ કામ માટે તે મોડી રાત્રે જ નીકળતો હતો.