SAG Awards 2023 જીત્યા બાદ અભિનેત્રી જેસિકા ચેસ્ટિન સ્ટેજ પર પડી, Video વાયરલ

SAG Awards 2023: અભિનેત્રી જેસિકા ચેસ્ટિન SAG એવોર્ડ્સ દરમિયાન સ્ટેજ પર ટ્રોફી લઈ જતી વખતે ઠોકર લાગી હતી અને તે પડી ગઈ. અભિનેત્રીના પડી જવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Continues below advertisement

SAG Awards 2023: લોસ એન્જલસમાં 27મી ફેબ્રુઆરીના રોજ 29મો સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ એવોર્ડ યોજાયો હતો. અભિનેત્રી જેસિકા ચેસ્ટેઈનના નામની પણ SAG એવોર્ડ્સમાં એવોર્ડ માટે જાહેરાત કરવામાં આવી હતી. અભિનેત્રી ટ્રોફી લેવા માટે સ્ટેજ પર જઈ રહી હતી ત્યારે જેસિકાને સ્ટેજ પર ઠોકર લાગી હતી અને તે પડી ગઈ હતી તેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Continues below advertisement

સ્ટેજ પર પડતા જેસિકા શરમાઈ

45 વર્ષની અભિનેત્રીએ ઈવેન્ટમાં લાલ રંગનું ગાઉન પહેર્યું હતું. જેસિકાને લિમિટેડ સીરિઝ કેટેગરીમાં 'જ્યોર્જ એન્ડ ટેમી'માં સારા પર્ફોમન્સ માટે બેસ્ટ ફિમેલ એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ટ્રોફી લેવા માટે સ્ટેજ પર જઈ રહી હતી ત્યારે જેસિકા પડી ગઈ હતી. અભિનેત્રીએ પછીથી કહ્યું કે તે 'શરમજનક' છે અને તેણે તેના માટે આઉટફિટને દોષી ઠેરવ્યો હતો. પીપલ મેગેઝિન સાથે વાત કરતા અભિનેત્રીએ કહ્યું, "હું થોડી શરમ અનુભવું છું કે હું સ્ટેજ પર પડી ગઈ હતી. પરંતુ મારી મદદ કરનાર બે હેન્ડસમ મેન હતા જેમાં એક પોલ મેસ્કલ હતો. તો આ એટલું ખરાબ ના હતું

કોને મળ્યું સન્માન?

તમને જણાવી દઈએ કે રવિવારે રાત્રે લોસ એન્જલસના ફેરમોન્ટ સેન્ચ્યુરી પ્લાઝામાં 29મા એન્યુઅલ સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વર્ષના બેસ્ટ પર્ફોમન્સનું સન્માન કરવામાં આવ્યું હતું. યુએસ સ્થિત મીડિયા હાઉસ વેરાયટી અનુસાર 'એવરીવેર ઓલ એટ વન્સ'એ ચાર એવોર્ડ જીત્યા. સહાયક ભૂમિકામાં ફિમેલ એક્ટ્રેસ દ્વારા બેસ્ટ પર્ફોમન્સ જેમી લી કર્ટિસ, સહાયક ભૂમિકામાં મેન એક્ટર દ્વારા બેસ્ટ પર્ફોમન્સ કે હુઇ ક્વાન, સહાયક ભૂમિકામાં ફિમેલ એક્ટ્રેસ દ્વારા બેસ્ટ પર્ફોમન્સ અગ્રણી ભૂમિકામાં એક મહિલા અભિનેત્રી - મિશેલ યોહ અને મોશન પિક્ચરમાં કાસ્ટ દ્વારા બેસ્ટ પર્ફોમન્સને પણ એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ એકસ માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

Continues below advertisement
Sponsored Links by Taboola