✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'જીતેન્દ્રે મારી છેડતી કરી હતી, શારીરિક સંબંધો નહોતા બાંધ્યા કે સેક્સ નહોતું માણ્યું '

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Mar 2018 10:37 AM (IST)
1

બોલીવુડમાં હિમ્મતવાલા જેવી ફિલ્મમાં રોલથી ફેમસ થયેલા જીતેન્દ્ર પર તેમની કઝિને યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. જીતેન્દ્રના વકીલે તમામ આરોપો તથ્ય વગરના ગણાવ્યા છે. આ ઉપરાંત આટલા વર્ષો બાદ કેસ નોંધાવવા પર પણ સવાલ ઉઠાવ્યા છે.

2

જીતેન્દ્ર પર યૌન શૌષણના આરોપ બાદ શિમલા પોલીસે કેસ દાખલ કર્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ પીડિત મહિલાએ પોલીસને ફરિયાદ કરી હતી કે જીતેન્દ્રએ તેની સાથે જાન્યુઆરી 1971માં જાતીય શોષણ કર્યું હતું. તે સમયે તે 18 વર્ષની હતી જ્યારે જીતેન્દ્રની ઉંમર 28 વર્ષની હતી. શિમલાની એક હોટલમાં જીતેન્દ્રએ તેની કઝિન સાથે યૌન શૌષણની કોશિશ કરી હતી.

3

શિમલાના એસપી ઓમાપતિ જામવાલે કહ્યું કે આ મામલે પોલિસ ફરિયાદના આધારે એફઆઈઆર નોંધી છે. અમે આ મામલે તમામ મુદ્દે તપાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પીડિતાએ પોલીસને ઈમેલ કરીને પોતાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ અધિકારી અનુસાર કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખતા હાલમાં કેસ માત્ર ઈમેલના આધારે નોંધવામાં આવ્યો છે.

4

શિમલાઃ અભિનેતા જીતેન્દ્ર સામે 47 વર્ષ જૂના યૌન શોષણ કેસમાં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં પીડિતાએ પોલીસને આપેલું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેણે કહ્યું છે કે, તે રાતે જીતેન્દ્રએ નશાની હાલતમાં મારી સાથે છેડછાડ કરી હતી અને પછી ઉંઘી ગયા હતા. તેમણે મારી સાથે શારીરિક સંબંધ નહોતા બાંધ્યા કે સેક્સ પણ નહોતું માણ્યું. જોકે કોર્ટમાં હજુ પીડિતાનું નિવેદન નોંધવામાં આવ્યું નથી તેથી સત્તાવાર રીતે આની પુષ્ટિ કરી શકાય તેમ નથી. જીતેન્દ્ર પર આરોપ લગાવનારી તેની કઝિન છે.

  • હોમ
  • મનોરંજન
  • 'જીતેન્દ્રે મારી છેડતી કરી હતી, શારીરિક સંબંધો નહોતા બાંધ્યા કે સેક્સ નહોતું માણ્યું '
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.