મરી જઇશ, પણ રમત છોડીને આવું કામ નહીં કરું, પત્નીને કોઇ ભડકાવી રહ્યું છેઃ શમી
આ આખા મામલે હસીન જહાંના ફેસબુક પેજ પર આનાથી સંબંધિત એક પૉ઼સ્ટ પણ કરવામાં આવી છે, જેમાં વૉટ્સએપના સ્ક્રીનશૉટ્સ શેર કરવામાં આવ્યા છે. આ સ્ક્રીનશૉટ્સ શમીની અન્ય છોકરીઓ સાથેના ચેટના બતાવવામાં આવી રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોહમ્મદ શમીએ પોતાની પત્નીના આરોપો પર મીડિયાની સામે નિવેદન આપ્યું છે, તેને કહ્યું કે, મારા પર લગાવેલા બધા આરોપો પાયા વિહોણા છે, તેના પાછળ જરૂર કોઇનું ષડયંત્ર છે. હું બધુ જાણ્યા પછી જ કહી શકુ છું. હું પહેલા જેવો હતો તેવો જ રહે. આ મારી રમતને ખરાબ કરવાનું કાવતરું છે.
શમીની પત્નીએ તેના પર બેવફાઇના ગંભીર આરોપ લગાવ્યા છે. હસીન જહાંએ તેના પર ગેરકાયદેસર રીતે અન્ય છોકરીઓ સાથે સંબંધ રાખવાની વાત કહી દીધી છે અને તેને શમી વિરુદ્ધ પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી છે.
શમીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, તે પોતાન પત્ની અને તમામ ક્રિકેટ ફેન્સ પાસે માફી માંગવા તૈયાર છે, પણ તેના વિરુદ્ધ કોઇ સબુત મળે તો. શમીએ કહ્યું કે તે પોતાની પત્ની સાથે સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યો છે પણ તે ફોનનો કોઇ જવાબ નથી આપી રહી.
શમી અને તેની પત્ની વચ્ચે વિવાદ સામે આવવાથી અને કાયદાકીય ધોરણ અખત્યાર કરવાને લઇને બીસીસીઆઇએ શમીને પોતાના સેન્ટ્રલ કૉન્ટ્રેક્ટના લિસ્ટમાંથી બહાર મુકી દીધો છે.
આ પહેલા શમીએ કહ્યું હતું કે તે પોતાની પત્ની હસીન જહાં પાસે માફી માંગવા તૈયાર છે, ઉલ્લેખનીય છે કે શમીની વાઇફ હસન જહાંએ તેના પર એક્સ્ટ્રા મેરિટલ અફેર રાખવાના અને ડૉમેસ્ટીગક વૉયલેન્સના સંગીન આરોપ લગાવ્યા છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીએ કહ્યું કે, રમતની સાથે સમાધાન કરવાનો આરોપ પાયાવિહોણો છે અને તે આમ કરવાની જગ્યાએ મરવાનું પસંદ કરશે, તેમને કહ્યું કે તેની પત્ની હસીનજહાં અને તેમના પરિવારે કહ્યું હતું કે તે લોકો દરેક મુદ્દા પર બેસીને વાત કરશે, પણ હવે ખબર નથી કે તેમની પત્નીને કોણ ભડકાવી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -