સલામન ખાનને આ ભૂલને કારણે થઈ શકે છે 7 વર્ષની જેલ, 29 નવેમ્બરે થશે સુનાવણી
નવી દિલ્હીઃ બોલિવૂડ અભિનેતા સલમાન ખાન વિરૂદ્ધ કોર્ટને ગેરમાર્ગે દોરવાના મામલે ગુરુવારે સુનાવણી થઈ. સીજીએમ ગ્રામીણ કોર્ટમાં સુનાવણી બાદ દલીલ માટે 29 નવેમ્બરની તારીખ નક્કી કરી છે. ગેરમાર્ગે દોરવાના આરોપસર વધુમાં વધુ 7 વર્ષની સજા થઈ શકે છે. સલમાન ખાન પર આરોપ છે કે તેણે કોર્ટમાં હાજર ન રહેવા માટે જે કારણો આપ્યા છે તે ખોટા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતે જ દિવસે સલમાન ખાન કાશ્મીરમાં ફિલ્મ બજરંગી ભાઇજાનનું શુટિંગ કરી રહ્યો હતો. તેના કારણે વન અધિકારી લલિત બોડાએ અરજી કરીને સલમાન ખાન વિરુદ્ધ કોર્ટને ગેરમાર્ગે દોરવાનો કેસ દાખલ કરવાની અપીલ કરી હતી.
તેના કારણે સલમાન પર ગેરમાર્ગે દોરવાનો કેસ ચાલી રહ્યો છે. જો કોર્ટમાં ગેરમાર્ગે દોરવાની વાત સાચી નીકળે તો સલમાન ખાનને 7 વર્ષની જેલ થઇ શકે છે. સાથે જ દંડ પણ ફટકારવામાં આવી શકે છે. જણાવી દઇએ કે સલમાને કોર્ટમાં અરજી કરીને જણાવ્યું હતું કે મારી તબિયત સારી નથી અને કાનમાં અસહ્ય દુખાવો થઇ રહ્યો છે તેથી હું સુનાવણીમાં હાજર નહી રહી શકું.
કોર્ટે સલમાનને તેના હથિયાર જમા કરવાનું કહ્યું હતું ત્યારે સલમાને કહ્યું હતું કે, તેનું લાયસન્સ ગુમ થઇ ગયું છે. તે બાદ 8 ઓગસ્ટ 2003ના રોજ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કેસ પણ દાખલ કરાવ્યો કે તેનું લાયસન્સ ગુમ થઇ ગયું છે. જ્યારે લાયસન્સ રિન્યૂ કરવા માટે અરજી કરવામાં આવી ત્યારે હકીકત સામે આવી. જણાવી દઇએ કે ખોટા દસ્તાવેજ રજૂ કરવા માટે 7 વર્ષની જેલ થઇ શકે છે. સાથે જ દંડ પણ ફટકારવામાં આવી શકે છે. જણાવી દઇએ કે સલમાન ખાન હાલ ફિલ્મ ભારતનું શુટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં સલમાન સાથે કેટરિના કૈફ લીડ રોલમાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -