નવી દિલ્હીઃ પોતાના વાવિદિત ટ્વીટ અને નિવેદનો માટે જાણીતા એક્ટર, પ્રોડ્યૂસર અને રાઈટર કમાલ રાશિધ ખાન ફરી એક વખત નિશાના પર છે. તેણે ફિલ્મ જજમેંટલ હૈ ક્યાની સ્ક્રિપ્ટ રાઈટર કનિકા ઢિલ્લન પર અભદ્ર કોમેન્ટ કરી છે. કેઆરકેનું આ નિવેદન સેક્સિએસ્ટ હતું જેના કારણે કનિકા ભડકી ગઈ છે. કનિતાએ વિલંબ કર્યા વગર કેઆરકેને જડબાતોડ જવાબ આપ્યો છે.

કમાલ ખાને ટ્વીટ કરીને લખ્યું હતું કે, હું હંમેશા વિચારુ છું કે કનિકા આટલી સુદંર છોકરી છે તો પછી આટલી બધી સેક્સની વાતો કેમ કરે છે? કારણ કે મે એની સુંદર તસવીર જોઈ છે. પરંતુ ત્યારબાદ મને એને વ્યક્તિગત રૂપથી એને જોવાનો મોકો મળ્યો. મને જાણ થઈ કે એની પાસે ફ્રસ્ટેશન દુર કરવાનો કોઈ બીજો રસ્તો નથી.


જોકે કમાલની આવી અભદ્ર કોમેન્ટનો કનિકા જબડાતોડ જવાબ આપે છે. કનિકાએ કહ્યું કે, કમાલ લોકોની ખરાબ વાતો કરતો રહેતો હોય છે. મહિલા પર પણ હુમલો કરતો રહે છે. ખરાબ સેક્સિસ્ટ કોમેન્ટ પાસ કરે છે. પરંતુ આપણે લોકો એને છોડી દઈએ છીએ અને એ આપણા પર ફરીથી આવી કોમેન્ટ કરતો રહે છે. આપણા પર અટેક કરે છે શા માટે?

આગળ કનિકાએ કહ્યું કે હું મારુ કામ કરૂ છુ અને હા હુ સેલ્ફ મેડ છું. સુંદર છું અને મારો અવાજ છે. આશા છે કે તમે એક દિવસ મારી સાથે ડીલ કરવા માટે સક્ષમ થઈ જાવ. કમાલ આર ખાન જલ્દી જ ઠીક થઈ જાઓ.