ગુજરાત પોલીસમાં ટીકટોકનું ઘેલું લાગતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓએ લાલ આંખ કરી છે અને ફરજ પર હાજર પોલીસ જવાને ટીકટોક વીડિયો બનાવ્યો હોય તો તેના પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વડોદરાના ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ અરુણ મિશ્રાનો એક દિવસ પહેલા જ ટીકટોક વીડિયો વાયરલ થયો હતો. વાયરલ થયાના 24 કલાકમાં જ ઉચ્ચ અધિકારીઓએ તેની બદલી ટ્રાફિક શાખામાં કરી દીધી હતી.
પીએસઆઈ અરૂણ મિશ્રાનો વીડિયો વાયરલ થયો હતો. જે અંગે વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે તપાસના આદેશ આપ્યા હતા. આ તપાસ દરમિયાન વાયરલ વીડિયો સાચો અને અરૂણ મિશ્રાએ પોતાની ઓફિસમાં જ બેઠા-બેઠા ઉતાર્યો હોવાનું પુરવાર થયું હતું. જેથી પોલીસ કમિશનરે તેમની બદલી કરી અને તેમની પાસે ખુલાસો માંગ્યો છે.