મુંબઈ: ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી ભીષણ આગથી દેશની વન સંપત્તિને મોટું નુકસાન થયું છે, આ આગમાં 50 કરોડ વન્ય પશુ-પક્ષીઓના મોત થયા છે જ્યારે 25 લોકોના પણ મોત નિપજ્યા છે. ત્યારે આ ઘટનાથી દુખી બોલિવૂડ એકટ્રેસ જુહી ચાવલાનો પુત્ર અર્જૂન આગથી પ્રભાવિત લોકોની મદદ માટે પોતાના તરફથી પ્રયાસ કરી રહ્યો છે. અર્જૂને પોતાની પોકેટ મનીમાંથી 300 પાઉન્ડ(28 હજાર રૂપિયા) ઓસ્ટ્રેલિયાના રાહત ફંડમાં દાન કર્યા છે. જેની ખૂબ પ્રશંસા થઈ રહી છે.


જુહીએ પોતાના 16 વર્ષના દિકરા વિશે જણાવતા કહ્યું કે, મને યાદ છે કે તેણે મને કહ્યું હતું કે ઑસ્ટ્રેલિયામાં લાગેલી ભયાનક આગના કારણે 50 કરોડ પ્રાણીઓના મોત થયા છે અને તેણે મને પૂછ્યું કે, આ ઘટના માટે તમે શું કરી રહ્યાં છે ? મે કહ્યું કે હું આપણા દેશમાં કાવેરી કૉલિંગ પ્રોજેક્ટના માધ્યમથી વૃક્ષારોપણ માટે મદદ કરી રહી છું.



તેણે કહ્યું, એક દિવસ બાદ મારા પુત્રએ મને કહ્યું કે, મે પોતાની પૉકેટ મનીમાંથી 300 પાઉન્ડસ ત્યાં મોકલાવી દીધા છે. અને એ જાણીને ખૂબજ ખુશી થઈ હતી અને ભગવાનનો આભાર માન્યો. મને આ વિચારીને ખુશી થઈ કે તેનું હ્રદય સાચી જગ્યા પર છે. જૂહીનો દિકરો હાલમાં બ્રિટેનમાં બોર્ડિંગ સ્કૂલમાં ભણી રહ્યો છે.


રિપોર્ટ અનુસાર, ઑસ્ટ્રેલિયાનાં જંગલમાં લાગેલી આગથી અરબ ડોલર્સની સંપત્તિ નષ્ટ થઈ ગઈ છે. જંગલોમાં લાગેલી આગ લગભગ 6 મહિનાથી સળગતી રહી હતી.