મારી ઈચ્છા ન હોવા છતાં ફિલ્મમાં એક પુરુષ સાથે મારે સુવું પડ્યું, કઈ અભિનેત્રીએ કર્યો આ ખુલાસો
જૂલી-2માં રાય લક્ષ્મી ઉપરાંત રવિ કિશન, અનંત જોગ અને આદિત્ય શ્રીવાસ્તવ પણ સામલે છે. સીબીએફસીના પૂર્વ અધ્યક્ષ પહલાજ નિહલાની ફિલ્મ જૂલી-2નું ટ્રેલર રિલીઝ થયા બાદ તેણે ઘણાં લોકનું ધ્યાન આકર્ષિત કર્યું છે. વિવાદોને કારણે ફિલ્મની રિલીઝ સતત ટળતી રહી, પરંતુ હવે આ ફિલ્મ 24 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે.
આ સીનને દર્શકોને તેનો વાસ્તવિક અનુભવ કરાવવા માટે સામેલ કરવામાં આવ્યો છે. આ સીનમાં મારે એક પુરુષ સાથે ઇચ્છા ન હોવા છતાં સુવું પડે છે. આ સમગ્ર સીન અને તેના શૂટની રીત ખૂબ જ ખરાબ હતી. તેમાં હું કમ્ફર્ટેબલ પણ ન હતી. આજે પણ મને લાગે છે કે તે શું હતું. વ્યક્તિગત રીતે મને લાગે છે કે, આવા સીન અને એક્સપોઝર અમુક લોકોએ જ કરવા જોઈએ અને દરેક એક્ટર આ પ્રકારની સીન માટે સહમત નહીં થાય.
ફિલ્મની લીડ એક્ટ્રેસ રાય લક્ષ્મીએ ફિલ્મ અને પોતાના બોલ્ડ સીન વિશે મીડિયા સાથે ખુલીને વાત કરી હતી. ફિલ્મમાં તેણે પોતાના સૌથી બોલ્ડ સીન વિશે જણાવતાં કહ્યું કે, મને નથી ખબર કે મારે આ મુદ્દે વાત કરવી જોઈએ કે નહીં, પરંતું મેં જૂલી-2માં એક સીન એવો કર્યો છે જે ખૂબ જ અશ્લીલ છે.
બોલ્ડ ફિલ્મ જૂલી-2 ટૂંકમાં જ રિલીઝ થવાની છે. આ 2004માં આવેલ ફિલ્મ જૂલીની સીક્વલ છે, જેમાં એક યુવતી મુંબઈમાં રહેવા માટે વેશ્યાવૃત્તિમાં ધકેલાય જાયછે. તેમાં નેહા ધૂપિયા લીડ એક્ટ્રેસ હતી. ફિલ્મ જૂલી-2 પણ આવી જ બોલ્ડ અને એક્સપોઝરવાળી ફિલ્મ છે.