જયેશ રાદડિયા ફોર્મ ભરવા ગયા ત્યારે વિઠ્ઠલ રાદડિયાના ભાઈ કેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા? જાણો વિગત
કરોડો રૂપિયાની મિલકત હોવા છતાં જયેશ પાસે કાર નથી માત્ર એક એક્ટિવા સ્કૂટર છે. ગત 2013ની પેટા ચૂંટણીમાં જયેશ પાસે 14.72 કરોડ રૂપિયાની મિલકત હતી અને એક સેવરોલેટ ક્રૂઝ કાર હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે જેતપુર બેઠક પર જયેશ રાદડિયાએ ઉમેદવારી પત્રકમાં દર્શાવેલી વિગત મુજબ સ્થાવર મિલકત 5,66,38,169 રૂપિયા, લાખ રૂપિયાનું સોનું, થાપણ, મ્યુ. ફંડ, ડિબેન્ચર સહિત 20,68,55,012.23 રૂપિયાની થાપણ એમ કુલ 26,34,23,181ના માલિક છે.
જયેશ રાદડીયાએ ઉમેદવારી પત્રક ભરવાની સાથે પોતાની સંપત્તિની વિગતો પણ જાહેર કરી હતી જે અનુસાર છેલ્લા 4 વર્ષમાં જયેશ રાદડિયાની મિલકતમાં 12 કરોડનો વધારો થઈ 26.34 કરોડ રૂપિયા થઇ છે. જો કે રાદડિયાનું દેવુ ડબલ થઇ ગયું છે. જયેશ રાદડિયાની અલગ અલગ બેંકમાં 15.28 કરોડની લોન ચાલુ છે. બીજી તરફ કરોડો રૂપિયાની મિલકત હોવા છતાં તેમની પાસે કાર નથી.
ગોપાલભાઈને વિઠ્ઠલભાઈની યાદ આવતા રડતા રડતા જયેશ રાદડિયાને ભેટી પડ્યા હતા. જોકે વિઠ્ઠલ રાદડિયા હાલમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
રાજકોટઃ જેતપુર વિધાનસભાની બેઠક પરથી ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયાએ છેલ્લા દિવસે ઉમેદવારી પત્રક ભર્યું હતું. જયેશ રાદડિયાની સાથે ઉમેદવારી પત્રક ભરવા સમયે તેના કાકા ગોપાલભાઈ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -