જૂનિયર NTRની ફિલ્મે 3 દિવસમાં જ કરી 100 કરોડની કમાણી, જાણો વિગત
તરણ આદર્શના ટ્વિટ મુજબ ફિલ્મે ગુરુવારે 10,11,893 ડોલર, શુક્રવારે 2,75,325 ડોલર અને શનિવારે 3,57,658 ડોલરની કમાણી કરી છે. ફિલ્મે ઓસ્ટ્રેલિયામાં 1.34 કરોડની કમાણી કરી છે. તરણ આદર્શ સતત બોક્સ ઓફિસ કલેક્શનનું અપડેટ ટ્વિટર પર આપતા રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ જૂનિયર NTRની તેલુગુ ફિલ્મ ‘અરવિંદ સમેથા’એ રિલીઝ થતાંની સાથે જ ટંકશાળ પાડી છે. ફિલ્મ માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ સારી કમાણી કરી રહી છે. સાઉથના ટોચના નિર્દેશક ગણાતાં એસએસ રાજામૌલીએ પણ ફિલ્મની પ્રશંસા કરી છે.
ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ ટ્વિટર પર ફિલ્મના વકરાનો ઉલ્લેખ કર્યો છે. તેણે આને દશેરા બ્લોકબસ્ટર ગણાવી છે. ફિલ્મે પ્રથમ વિકએન્ડમાં જ 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મ અમેરિકામાં પણ સારી કમાણી કરી રહી છે.
જૂનિયન NTRની આગામી ફિલ્મ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ટી રામારાવના જીવન પર આધારિત છે. ફિલ્મમાં તેની ઉપરાંત વિદ્યા બાલન અને રકુલ પ્રીત કૌર પણ છે.
ફિલ્મ નિર્દેશક એસએસ રાજામૌલીએ ટ્વિટ કરીને કહ્યું કે, ફિલ્મ અદ્ભૂત છે. ફિલ્મમાં તારકના પાત્રને લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે. સમગ્ર ટીમને અભિનંદન. ફિલ્મમાં જૂનિયર NTRની સામે પૂજા હેગડે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -