પ્રિન્સ હેરી અને મેગન માર્કલના ઘરે બંધાશે પારણું, આગામી વર્ષે બાળકને આપશે જન્મ
લંડનઃ ડચેસ ઓફ સસેક્સ મેગન માર્કલ અને પ્રિન્સ હેરી આગામી વર્ષે બાળકને જન્મ આપશે. કિંગસ્ટન પેલેસ દ્વારા એક નિવેદન બહાર પાડીને આ જાણકારી આપવામાં આવી છે. કિંગસ્ટન પેલેસે કહ્યું છે કે આ ખબરથી ક્વીન ખુશ છે. તેઓ 2019માં બાળકને જન્મ આપશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રિન્સ હેરી અને મેગન માર્કલે બે વર્ષ સુધી ડેટ કર્યા બાદ 19 મે, 2018ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. મેગને છૂટાછેડા લીધા છે. તેણે 2011માં પ્રથમ લગ્ન કર્યા હતા પરંતુ 2013માં જ લગ્ન જીવનનો અંત આવ્યો હતો.
પ્રિન્સ હેરી અને મેગન માર્કલ 16 દિવસના રોયલ ટૂર માટે સોમવારે સિડની પહોંચી ગયા છે. બંને ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડનો પ્રવાસ કરશે. લગ્નના બંધનમાં બંધાયા બાદ આ બંનેનો પ્રથમ સત્તાવાર પ્રવાસ છે.
કેનિંગ્સ્ટન પેલેસ દ્વારા કરવામાં આવેલા ટ્વિટનો સ્ક્રીનશોટ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -