અરેન્જ મેરેજ કરીને લગ્નના બંધનમાં બંધાશે આ હોટ એક્ટ્રેસ, ખુદ કર્યું કન્ફર્મ !
abpasmita.in | 02 Nov 2019 10:32 PM (IST)
મીડિયા રિપોર્ટ પ્રમાણે કાજલ અગ્રવાલ આવતા વર્ષે લગ્ન કરવાની છે. કાજલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કોઈ જાણીતા ચહેરા સાથ નહીં પણ બિઝનમેન સાથે લગ્નના સપના સેવી રહી છે.
મુંબઈ: સાઉથ સુપરસ્ટાર અને બોલિવૂડ એક્ટ્રેસ કાજલ અગ્રવાલ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે અને તે પણ અરેન્જ મેરેજ. પોતાની એક્ટિંગથી બોલિવૂડમાં ઓળખ બનાવી ચુકેલી કાજલ હાલમાં પોતાના લગ્ન અંગે પ્લાન બનાવી રહી છે અને જલ્દીજ તે લગ્ન કરશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે કાજલ અગ્રવાલ આવતા વર્ષે લગ્ન કરવાની છે. કાજલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કોઈ જાણીતા ચહેરા સાથ નહીં પણ બિઝનમેન સાથે લગ્નના સપના સેવી રહી છે. કાજલે ખુદ પિંકવિલા પોર્ટલને કન્ફર્મ કર્યું છે. ઉલ્લેખનીય છે કાજલને બી ટાઉનમાં સૌથી વધુ લોકપ્રિયતા અજય દેવગન સાથેની ફિલ્મ સિંઘમથી મળી હતી. આ ફિલ્મમાં તેમની એક્ટિંગ અને પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. કાજલ હાલ પોતાની અપકમિંગ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. જેને ખતમ કર્યા બાદ લગ્ન કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે આ લગ્નનો રિશ્તો તેમના પરિવારે નક્કી કર્યાં છે. તાજેતરમાંજ આપેલા એક ઇન્ટરવ્યૂમાં કાજલે જણાવ્યું હતું કે તે ઇન્ડસ્ટ્રીમાં કોઈની સાથે લગ્ન કરવામાં કોઈ જ રસ નથી. સાથે તેમણે જણાવ્યું કે અગાઉ પણ તે રિલેશનમાં હતી પરંતુ ફિલ્મોમાં વ્યસ્તતાના કારણે અને ટાઈમ ન હોવાના કારણે અલગ થઈ ગઈ હતી.