સીએમ રૂપાણીએ કહ્યું કે, કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પણ નુકસાન થયું છે તેનો સર્વે કરી સરકાર તમામને વળતર આપશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી પાક વિમા અંતર્ગત વિમા કંપનીઓ ખેડૂતોને પૂરુ વળતર આપે તે અંગે રાજ્ય સરકારે કેંદ્ર સરકારમાં કરી રજૂઆત કરી છે.
મહા વાવાઝોડાના પગલે કૃષિ વિભાગે ખેડૂતોને સૂચના આપી છે કે, તૈયાર પાકની કાપણી હાલમાં મુલત્વી રાખે, સાથે ખરીફ પાકને હમણા પીયત ન કરવા સુચના આપી છે. કાપણી સહિત 20થી વધુ સુચનોની યાદી જાહેર કરી છે. સમસ્યાના ઉકેલ ખેતીવાડી અધિકારીના સંપર્ક માટે સુચન કર્યું છે.
‘મહા’ વાવાઝોડુ ત્રાટકે તે પહેલા રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને પાકને મોટું નુકશાન થયું છે.