સ્વિમિંગ પૂલમાં ઉતરી સિંઘમની હીરોઈન, સોશિયલ મીડિયા પર તસવીરોએ મચાવ્યો તરખાટ
abpasmita.in | 13 Jul 2019 04:40 PM (IST)
તસવીરોમાં કાજલ અગ્રવાલ સ્વીમિંગ પૂલમાં મસ્તી કરતી જણાય છે. વ્હાઇટ કલરના કટઆઉટ ડ્રેસમાં કાજલ ઘણી સ્ટનિંગ લાગે છે.
મુંબઈઃ એક્ટ્રેસ કાજલ અગ્રવાલ તેના સ્ટાઇલિશ ફોટાના કારણે સમાચારોમાં ચમકતી રહે છે. હવે તેની સ્વીમિંગ પૂલની તસવીરો સામે છે. આ ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. તસવીરોમાં કાજલ અગ્રવાલ સ્વીમિંગ પૂલમાં મસ્તી કરતી જણાય છે. વ્હાઇટ કલરના કટઆઉટ ડ્રેસમાં કાજલ ઘણી સ્ટનિંગ લાગે છે. કાજલ અગ્રવાલે ચાલુ વર્ષે તેનો બર્થ ડે મુંબઈમાં અનોખી રીતે સેલિબ્રેટ કર્યો હતો. તેણે દુબઈમાં એક પ્રાઇવેટ ઝૂમાં જાનવરો સાથે બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. બર્થ ડેના ફોટા પણ વાયરલ થયા હતા. કાજલ છેલ્લે તેલુગુ ફિલ્મ “સીતા”માં નજરે પડી હતી. તેણે “ક્યૂ! હો ગયા”ના ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેનો નાનો સપોર્ટિંગ રોલ હતો. જે બાદ તે “સિંઘમ” અને “સ્પેશલ 26” માં નજરે પડી હતી. સિંઘમ અને સ્પેશલ 26થી બોલીવુડમાં તેને ઓળખ મળી હતી. સિંઘમમાં અજય દેવગન અને સ્પેશલ 26માં અક્ષય કુમાર તેનો હીરો હતો.