મુંબઈ: કાજોલની અપકમિંગ શોર્ટ ફિલ્મ ‘દેવી’નું નવું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. ગત મહિને મલ્ટી સ્ટારર શોર્ટ ફિલ્મ ‘દેવી’ની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં હિંદી સાથે મરાઠી કલાકાર પણ નજર આવશે. કાજોલી પહેલી શોર્ટ ફિલ્મ ‘દેવી’નું ટીઝર 24 ફેબ્રુઆરી એ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને પ્રિયંકા બેનર્જીએ ડિરેક્ટ કરી છે અને ઈલેક્ટ્રિક એન્ટરટેઈન્મેન્ટ લાર્જ શોર્ટ ફિલ્મ્સે પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મના મેકર્સે પોસ્ટર જાહેર કરતા લખ્યું કે, દેવી ઉપ્તીડન મહિલાઓની કહાની છે. જે સમાજના અલગ અલગ ક્ષેત્રમાંથી આવે છે. એક નાની રૂમમાં રહે છે. તેમને પોતાના દર્દની વાત કરવામાં મુશ્કેલની સામનો કરવો પડે છે. આ નવ મહિલાઓ પોતાના જીવનમાં ઘણું બધું સહન કરી ચૂકી હોય છે. કાજોલે ‘દેવી’નું પોસ્ટર શૅર કરીને કહ્યું, નવ મહિલાઓની વાત, સંજોગો દ્વારા તેઓ ભેગા થાય છે. પાવરફૂલ શોર્ટ ફિલ્મનું ટીઝર 24 ફેબ્રુઆરીએ આવશે. પોસ્ટરમાં કાજોલ ઉપરાંત શ્રુતિ હસન, નેહા ધૂપિયા, સંધ્યા મ્હાત્રે, રમા જોષી, શિવાની રઘુવંશી નીના કુલકર્ણી,  યશસ્વીની દયામા તથા મુક્તા બાર્વે જોવા મળે છે.