Bollywood News:કાજોલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તેના પુત્ર યુગ સાથે ડોક્ટરના ક્લિનિકમાંથી બહાર આવતી જોવા મળી રહી છે. આ દરમિયાન કાજોલ તેના સિક્યોરિટી ગાર્ડને ધક્કો મારે છે, જે લોકોને પસંદ નહોતું આવ્યું. આવી હરકત માટે લોકોએ એક્ટ્રેસની કલાસ લઇ લીધી                                                                                      


કાજોલને એક એવી અભિનેત્રી માનવામાં આવે છે જે સંપૂર્ણપણે અનફિલ્ટર બોલે છે. જ્યારે તેની સ્પષ્ટવક્તા અને બોલ્ડ શૈલી કેટલાકને પસંદ આવે છે, તો કેટલીકવાર તે નાપસંદ પણ થાય છે. પરંતુ હાલમાં તે એક વીડિયોના કારણે ચર્ચામાં છે, જેને જોયા બાદ યુઝર્સ તેની સરખામણી જયા બચ્ચન સાથે કરવા લાગ્યા છે.


કાજોલ હાલમાં જ તેના પુત્ર યુગ સાથે ડોક્ટર પાસે ગઈ હતી. જ્યારે તે ત્યાંથી નીકળી ત્યારે તેણે પુત્ર યુગનો હાથ પકડીને તેના જ સુરક્ષાકર્મીને ધક્કો માર્યો હતો. આ વીડિયોમાં પણ જોઈ શકાય છે. કાજોલનું આવું વલણ જોઈને યુઝર્સ ગુસ્સે થઈ ગયા અને સતત કોમેન્ટ કરી રહયાં છે.    






કાજોલનું વલણ જોઈને યુઝર્સ ગુસ્સે થઈ ગયા


વીડિયો પર એક યુઝરે લખ્યું કે, કાજોલ દિવસેને દિવસે જયા બચ્ચન કેમ બની રહી છે? બીજી કોમેન્ટ છે, 'કાજોલને શું પ્રોબ્લેમ છે? પોતાની જ સિક્યુરિટીને ધક્કો મારી દીધો ? અન્ય એક યુઝરે લખ્યું, 'તે કેટલી અહંકારી છે, તેણે પોતાના જ  ગાર્ડને ધક્કો માર્યો.' અન્ય એક યુઝરે લખ્યું, 'જે વ્યક્તિ સુરક્ષા આપી રહી છે તેનું સન્માન નથી કરવામાં આવતું, આ ખૂબ જ આયોગ્ય વર્તન  છે.' એકે લખ્યું, 'તે સિક્યોરિટી ગાર્ડ સાથે આટલું વિચિત્ર વર્તન કરી રહી છે. આટલો એટીટ્યુટ શેનો છે.