DDLJ સીનઃ શાહરૂખે ત્યારે ચેન કેમ ન ખેંચી? કાજોલને હવે લાઈટ થઈ!
કાજોલ કહે છે કે, હું પાગલોની જેમ ભાગી રહી હતી. આટલું બધું કરવાં કરતાં તો રાજે માત્ર ટ્રેનની ચેન ખેંચવી જોઈતી હતી. ટ્રેન રોકાઈ જતી અને હું ચડી જાત. મજાકના મૂડમાંથી બહાર આવતા કાજોલે કહ્યું કે, તે એક ઐતિહાસિક સીન બની ગયો પરંતુ તેના માટે હું ક્રેડિટ ન લઈ શકું. આ બદુ આદિત્ય ચોપરાની કરામત હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાજોલે વાતચીત દરમિયાન કહ્યું કે, તે શૂટિંગ ખૂબ જ મુશ્કેલ હતું. ટ્રેન નિર્ધારિત જગ્યા પર જ વીસ મિનિટ બાદ આવી શકતી હતી. ત્યાર બાદ ટેક આપવાનો હતો અને બાદમાં ફરી રી ટેક પણ થતા હતા. અમે લોકો એ શૂટિંગ દરમિયાન ગર્મીથી બચાવને લઈને ચિંતિત હતા. એ ટ્રેન ઘણી વખત એ સ્પીડથી ચાલી રહી ન હતી જે ગતિની તેને જરૂરત હતી. કાજોલ જણાવે છે કે, ટ્રેન દર વખતે આગળ નીકળી જતી હતી અને ફરી તેને નિશ્ચિત જગ્યા પર આવીને ફરી આગળ વધવામાં 20 મિનિટનો સમય લાગી રહ્યો હતો. ટેક પર ટેક થતા હતા.
આદિત્ય ચોપરાના ડાયરેક્શનમાં બનેલી ડીડીએલજેમાં શાહરૂખ ખાને રાજ અને કાજોલે સિમરનની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં બધાને ટ્રેનનો એ ઐતિહાસિક સીન બધાને યાદ હશે જેમાં ચાલતી ટ્રેનમાં જ્યારે પોતાની તરફ દોડી રહેલ સિમરનને રાજ કોઈપણ રીતે બોગીની અંદર ખેંચી લે છે. આ સીનને લઈને બધાને પોતાની યાદો છે. કાજોલ હાલમાં પોતાની આગામી ફિલ્મ હેલીકોપ્ટર ઈલાનું પ્રમોશન કરી રહી છે. આ દરમિયાન તેણે આ સીનને યાદ કરતાં એક મોટો સવાલ પણ ઉભો કર્યો છે જે આદિત્ય ચોપરાને પણ અચરજામાં મુકી શકે છે.
મુંબઈઃ અંદાજે 23 વર્ષ પહેલા આવેલી ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે હિન્દી સિનેમાની એવી ફિલ્મોમાં સામેલ છે જેને યાદ કરતાં જ લોકો પ્રેમના દરિયામાં ડૂબી જાય છે. આ ફિલમમાં અનેક સીન્સ અને ડાયલોગ આજે પણ લોકોને મોઢે યાદ છે. અને કેટલીક એવી વાત પણ છે જે આજે પણ લોકો માટે નવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -