યુપીમાં વૉલ્વો બસ પલટી, છત પર બેસેલા 40માંથી 17 લોકોએ જીવ ગુમાવ્યા
દૂર્ઘટનામાં ઘાયલ લોકોએ જણાવ્યું કે, બસ ડબલ ડેકર હતી, ઉપરાંત બસની છત પર પણ લગભગ 35થી 40 લોકો બેઠા હતા. મૃત્યુ પામેલા મોટાભાગના લોકો બસની છત પર બેઠા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદૂર્ઘટના સવારે લગભગ 6 વાગે બની. દૂર્ઘટનાનું કારણ ડ્રાઇવરને સવારે આવેલુ ઝોકુ હોઇ શકે છે. દૂર્ઘટનામાં મૃત્યુ પામેલા 17 લોકોમાંથી અત્યાર સુધી માત્ર 5 લોકોની જ ઓળખ થઇ શકી છે, વળી 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયેલા છે.
કહેવાઇ રહ્યું છે કે, દૂર્ઘટનામાં મૃત્યુ પામનારા મોટાભાગના લોકો ફર્રૂખાબાદ જિલ્લાના રહેવાસી છે. પોલીસ મૃતદેહોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. સ્થાનિક લોકો અનુસાર, બસ પુરપાટ ઝડપે જઇ રહી હતી ત્યારે ડિવાઇડર સાથે ટકરાયા બાદ કાબુ ગુમાવી દીધો અને પલટી ખાઇ ગઇ હતી.
દૂર્ઘટના બાદ હાઇવે પર લાશો વિખરાઇ ગઇ, આ વાતની જાણ થતા પોલીસ ફોર્સની સાથે એસપી ઘટનાસ્થળે પહોંચ ગયા. ઘાયલોને મેનપુરી જિલ્લા હૉસ્પીટલ અને સૈફઇની મેડિકલ કૉલેજમાં ભરતી કરાવવામાં આવ્યા છે, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે.
માહિતી પ્રમાણે, વૉલ્વો બસ જયપુરથી ફર્રુખાબાદ જઇ રહી હતી. રસ્તામાં ઇટાવા-મેનપુરી હાઇવે પર ફિતરપુર નજીક ડિવાઇડર સાથે ટકરાઇ, બાદમાં પલટી ખાઇ ગઇ હતી. દૂર્ઘટના એટલી ભયંકર હતી કે જેને પણ જોઇ તે ભયભીય થઇ ગયા હતા.
નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના મેનપુરી જિલ્લામાં બુધવારે સવારે ભયંકર રૉડ દૂર્ઘટના ઘટી, ઇટાવા-મેનપુરી હાઇવે પર એક વૉલ્વો બસ ડિવાઇડર સાથે ટકરાઇને પલટી ખાઇ ગઇ, જેમાં લગભગ 17 મુસાફરોનો મોત થઇ ગયા, જ્યારે ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -