અનુરાગ કશ્યપની એક્સ વાઈફ લગ્ન પહેલા બાળકને આપશે જન્મ
abpasmita.in | 29 Sep 2019 02:18 PM (IST)
કલ્કિ પાંચ મહીનાથી પ્રેગ્નેટ છે અને તે પોતાના પહેલા બાળકને વોટર બર્થ દ્વારા જન્મ આપવા માંગે છે.
મુંબઈ: બૉલિવૂડ અભિનેત્રી કલ્કિ કોચલિન અને Guy Hershberg ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. ત્યારે હવે કલ્કિ કોચલિન પોતે પ્રેગ્નેન્ટ હોવાનો ખુલાસો કર્યો છે અને તે લગ્ન પહેલા જ બાળકને જન્મ આપવા માંગ છે. એચડી બ્રંચ અનુસાર કલ્કિ પાંચ મહીનાથી પ્રેગ્નેટ છે અને તે પોતાના પહેલા બાળકને વોટર બર્થ દ્વારા જન્મ આપવા માંગે છે. કલ્કીનો બોયફ્રેન્ડ Guy Hershberg ઇઝરાયેલનો મૂળ ક્લાસિકલ પિયાનિસ્ટ છે. પહેલીવાર માતા બનવા જઈ રહેલી કલ્કિએ પોતાના અનુભવ વિશે વાત કરતા કહ્યું, હું પોતાના રિએક્શનમાં ઘણો ફેરફાર અનુભવી રહી છું. હું હવે પહેલા કરતા વધારે ડેલિબ્રેટ, સુસ્ત અને બીમાર જેવી થઈ ગઈ છું. જ્યારે તમારામાં માતા બનવાનો અહેસાસ આવે છે, ત્યારે આ તમારી સાથે વ્યક્તિની ભાવનાઓમાં એક નવી ચેતના લાવે છે. ઉલ્લેખનીય છે કે કલ્કીએ આ પહેલા ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ સાથે વર્ષ 2011માં લગ્ન કર્યા હતા, જો કે, 2013માં બન્ને એકબીજાની સહમતિથી અલગ થઈ ગયા હતા અને 2015માં બન્નેએ તલાક લઈ લીધા હતા. પરંતુ હાલમાં પણ અનુરાગ અને કલ્કિ સારા મિત્ર છે અને ઘણીવાર ઇવેન્ટમાં બન્ને સાથે જોવા મળે છે