કલ્કિ બાળકને જન્મ વૉટર બર્થ દ્વારા આપવા ઇચ્છે છે. જો કે આ વચ્ચે હાલમાં જ તેની વેબ સીરીઝ પણ રીલિઝ થઇ છે. જે એક હોરર-થ્રીલર છે. ભ્રમ નામની આ વેબસીરીઝ પ્રમોશનમાં કલ્કિએ મીડિયા સાથે વાતચીત કરી હતી.
વાતચીતમાં કલ્કિએ જણાવ્યું કે સોશિયલ મીડિયામાં તેમની પ્રેગ્નેંસીને લઇને ટ્રોલ કરવામાં આવી હતી. કલ્કિએ જણાવ્યું કે તેમને પહેલાથી જ આ વાતનો અંદાજો હતો. જો કે સાથે તેણે કહ્યું કે ઇન્ડસ્ટ્રીના તમામ લોકો તેની પ્રેગ્નેંસીને લઇને ખુબ જ સપોર્ટિવ રહ્યા છે. પણ ટ્રોલ થવાથી તેને કોઇ મોટો ફરક નથી પડ્યો કારણ કે તે લાંબા સમયથી તે ઇન્ડસ્ટ્રીનો ભાગ છે. અને હવે ટ્રોલ થવાની આ વાતથી તે યુઝ ટૂ થઇ ગઇ છે.
કલ્કિ વધુમાં કહ્યું સોશિયલ મીડિયા પર ધણીવાર ટ્રોલ્સ તેને પુછે છે કે તારો પતિ ક્યાં છે. લગ્ન કર્યા વગર તું બાળકને જન્મ કેવી રીતે આપી શકે. ગર્ભવતી છે તો આટલા ટાઇટ કપડા કેમ પહેરે છે. કેમ પોતાનું પેટ બતાવે છે. કલ્કિ વધુમાં કહ્યું કે આજે પણ લગ્ન કર્યા વગર ગર્ભવતી થવું ખૂબ મોટી વાત છે. તમને જણાવી દઇએ કે કલ્કિ ઇઝરાયલી ક્લાસિકલ પિયાનિસ્ટ ગાઇ હર્ઝબર્ગને ડેટ કરી રહી છે. અને તેમના જ બાળકની માં બનવાની છે. કલ્કિ કહ્યું કે અમે માં-બાપ બનવા માટે તૈયાર નહતા. પણ જ્યારે અમને આ વાતની ખબર પડી તો બને આ અનુભવને સરળ અને સહજ બનાવવા મંડી પડ્યા.