38 વર્ષની આ હૉટ એક્ટ્રેસે શેર કર્યા બિકીની ફોટોઝ, ટ્રૉલર્સને આ રીતે આપ્યો જડબાતોડ જવાબ
આ ઉપરાંત કામ્યા 'કૉમેડી સર્કસ', 'બિગ બૉસ સિઝન-7', 'બનુ મૈ તેરી દુલ્હન' અને 'બૉક્સ ક્રિકેટ લીગ' જેવા શૉમાં કામ કરી ચૂકી છે.
કામ્યા લગભગ 16 વર્ષથી નાના પડદા પર કામ કરી રહી છે. આજકાલ તે સીરિયલ 'શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કી'માં પ્રીતોની ભૂમિકા નિભાવી રહી છે.
કામ્યાએ બન્ટી નેગી સાથે લગ્ન કર્યા હતા, બન્નેને 2009 માં એક પુત્રી આરા જન્મી હતી. 2013માં કામ્યા અને બન્ટી છુટા થઇ ગયા અને હવે તે પોતાની પુત્રીની દેખરેખ એકલી જ રાખે છે.
મુંબઇઃ 'બિગ બૉસ'ની એક્સ કન્ટેસ્ટન્ટ અને એક્ટ્રેસ કામ્યા પંજાબી આજકાલ પોતાના બિકીની ફોટોઝની સાથે બૉલ્ડ સ્ટેટમેન્ટને લઇને ચર્ચામાં છે. તાજેતરમાં જ તેને ઇન્સ્ટાગ્રામ પર એક સ્વિમીંગ પૂલમાં નહાતો ફોટો શેર કર્યો હતો. આ ફોટાના કેપ્શનમાં તેને ટ્રૉલર્સને મ્હોતોડ જવાબ આપ્યો, તેને લખ્યું, મારી ભૂલ, મારી પસંદ, કોઇ પસ્તાવો નથી ખરેખર આજકાલ સેલિબ્રિટી સોશ્યલ મીડિયા પર આસાનીથી ટ્રૉલ થઇ જાય છે. એટલે પહેલાથી જ કામ્યાએ કેપ્શનમાં જ તેમને સખત જવાબ આપી દીધો હતો.