ગાંધીનગર: ACBના જમીન વિકાસ નિગમની ઓફિસમાં દરોડા, રૂપિયા 55 લાખની રોકડ જપ્ત
ACBનાં આ દરોડામાં ગુજરાત જમીન વિકાસ નિગમમાં ફરજ બજાવતા ક્લાસ વન અધિકારી કે.સી.પરમાર સકંજામાં આવી ગયા છે. ACBની ટીમના જણાવ્યાં મુજબ અંદાજે 55 લાખની રોકડ રકમ હાથ લાગી છે.
એવી શક્યતા છે કે કે.સી.પરમારે જમીન વળતરના એક મામલામાં મોટી રકમની લાંચ લીધી છે. કુલ 5 અધિકારીઓ એસીબીના સકંજામાં છે. 15 જેટલા અધિકારીઓની પૂછપરછ ચાલુ છે. એસીબીના જણાવ્યાં મુજબ આમાં નાનાથી માંડીને મોટા અધિકારીઓની સંડોવણી છે. હાલ એસીબીને આશરે રૂપિયા 55 લાખની રોકડ રકમ હાથ લાગી છે. ACBને કાઉન્ટિંગ મશીન મગાવવાની ફરજ પડી છે. તપાસ કરતા અધિકારીના ટેબલના ડ્રોઅરમાંથી લાખોની રકમ મળી આવી છે.
ગાંધીનગર: ગાંધીનગરમાં ACBએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ગુજરાત જમીન વિકાસ નિગમની ઓફિસ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ક્લાસ વન અધિકારી કે.સી પરમાર સંકજામાં છે. જમીન વળતરના કેસમાં મોટાપાયે લાંચ લેવાયાની શંકાના આધારે ACBની દરોડાની કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે.ઓફિસ પર મોટા પાયે દરોડા પાડવામાં આવ્યાં છે.