ખેડૂત આંદોલનની આંતરરાષ્ટ્રીય નોંધ લેવામાં આવી છે. વિશ્વભરમાં પ્રખ્યાત પોપ સ્ટાર રિહાના આંદોલનને સમર્થન કરતા મેદાને આવી છે. પોપ સ્ટાર રિહાનાએ એક ન્યૂઝ આર્ટિકલને શેયર કરતા સવાલ કર્યો કે આ મુદ્દે કેમ કોઈ ચર્ચા કરવામાં આવતી નથી.


રિહાનાએ જે ન્યૂઝ આર્ટિકલને શેયર કર્યો છે તેની હેડલાઈન છે કે, પ્રદર્શનકારી ખેડૂતો અને પોલીસ વચ્ચે અથડામણ બાદ દિલ્લી આસપાસના વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ. તો રિહાનાના ટ્વીટ પર બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત ભડકી છે.




કંગનાએ ટ્વીટના જવાબમાં રેહાનાના અપશબ્દો કહ્યા છે અને આંદોલનકારીઓને આતંકી ગણાવ્યા છે. કંગનાએ ટ્વીટમાં કહ્યું કે, આના વિશે કોઈ વાત એટલા માટે નથી કરતુ કારણ કે, આ ખેડૂતો નથી, આતંકવાદી છે, જે ભારતના ટુકડા માગે છે. જેથી ચીન જેવા દેશો આપણા દેશ પર કબ્જો કરી લે અને યુએસએ જેવી ચાઈનીઝો કોલોની બનાવે છે. તુ શાંતિથી બેસી જા બેવકૂફ. અમે લોકો તમારી જેવા બેવકૂફ નથી, જે દેશને વેચે મારે.

નોંધનીય છે કે, પોપ સ્ટાર રિહાના વિશ્વભરમાં જાણીતી છે અને ટ્વીટરમાં તેના 10 કરોડથી વધારે ફોલોઅર્સ છે.