તો 5 ફેબ્રુઆરીથી રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની પણ હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે મંગળવારે ઠંડીના પ્રમાણમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 11.6 જ્યારે લઘુત્તમ તાપમાન 32.4 ડિગ્રી નોંધાયુ હતુ.
બીજી બાજુ દેશની રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ફેબ્રુઆરીના આરંભિક દિવસોમાં દિલ્હી અને ઉત્તર ભારતમાં વરસાદ થઇ શકે છે. જોકે સામાન્યપણે આ મહિનામાં વરસાદ થતો નથી. જાન્યુઆરીમાં પણ વરસાદ થવાથી હાડ ગાળતી ઠંડી પડી હતી. હવે ફેબ્રુઆરીમાં પણ વરસાદને કારણે ઠંડીનો પ્રકોપ જોવા મળી શકે છે. લઘુતમ તાપમાન ઘટવા સાથે ઠંડી વધી શકે છે. ઉત્તર ભારતના વિસ્તારોમાં સવારે ધુમ્મસ અને બાકીના સમયે ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે.