મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાણાવત મુંબઈથી પરત મંડી સ્થિત તેના વતન પહોંચી ગઈ છે. પરંતુ તેણે મહારાષ્ટ્ર સરકાર અને શિવસેના પર સતત પ્રહાર કરી રહી છે. કંગનાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેના પુત્ર આદિત્ય ઠાકરે પર નિસાન સાધ્યું છે. કંગનાએ કહ્યું કે, સુશાંતના હત્યાર, મૂવી માફિયાઓ અને તેના ડ્રગ્સ રેકેટનો ખુલાસો કર્યો. આ લોકોની સાથે મુખ્યમંત્રીનો દીકરો આદિત્ય ઠાકરે પાર્ટી કરે છે.


કંગનાએ એક ટ્વિટમાં લખ્યું, મહારાષ્ટ્રના મુખ્યમંત્રની સામાન્ય સમસ્યા છે કે મેં સુશાંતના હત્યારા, મૂવી માફિયા અને ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. તેની સાથે તેમનો દીકરો પાર્ટી કરે છે. જે મારો સૌથી મોટો અપરાધ છે. તેથી મારી સાથે બદલો લેવા માંગે છે.



આ ઉપરાંત કંગનાએ વધુ એક ટ્વિટ કર્યું. જેમાં શિવસેના અને કોંગ્રેસ ગઠબંધનવાળી સરકાર પર નિશાન સાધ્યું તથા પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું સમર્થન કર્યું. તેણે લખ્યું, હું નિશ્ચિત રીતે કહી શકું છું કે જો મુખ્યમંત્રી ફડણવીસ હોત અને માફિયા લવર ભ્રષ્ટ સોનિયા સેના ન હોત તો મુંબઈ પોલીસે ઘણું સારું કામ કર્યું હોત. લોકો અને મીડિયાએ ન્યાય માટે સંઘર્ષ ન કરવો પડત.

કંગનાએ મહારાષ્ટ્રની ગઠબંધન સરકાર પર નિશાન સાધતા કહ્યું, કઈંક પણ સ્થાયી નથી. સોનિયા સેના સત્તાથી બહાર થઈ જશે. શું તમને લાગે છે કોઈ આ પ્રકારની તાનાશાહી કરી શકે છે?