મુંબઈઃ એક્ટ્રેસ કંગના રનૌતે વિતેલા દિવસોમાં મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસીને સપોર્ટ ના કરવાને લઈને રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પર ભડકી હતી. હવે ફરી એક વખત કંગના રનૌતે આ બન્ને એક્ટર્સ પર પ્રહાર કર્યા છે. આ વખતે કંગનાએ આલિયા-રણબીરને મુર્ખ કહ્યા છે. મિડ ડેને આપેલ ઇન્ટરવ્યૂમાં કંગનાએ રણબીર-આલિયાને આ જનરેશનના યુવા ચેહરા ગણાવવા પર ટીકા કરી છે.
કંગનાએ કહ્યું કે, આલિયા 27 વર્ષની છે જ્યારે રણબીર 37 વર્ષનો છે બંને હવે યંગ નથી રહ્યાં. આ ઉંમરે તો મારી માને ત્રણ બાળકો હતાં. તેમને યંગ કહેવાં ખોટુ છે. કંગનાએ વધુમાં કહ્યું કે, આ એક્ટર્સને પોતાની સેક્સ લાઇફ અંગે ઓન કેમેરા વાત કરતાં શરમ આવતી નથી. પણ દેશનાં મહત્ત્વના મુદ્દાઓ પર વાત કરવામાં મુશ્કેલી થાય છે.
થોડા સમય પહેલાં પણ કંગનાએ રણબીર અને આલિયાને દેશનાં મુદ્દે પોતાની કમેન્ટ ન આપવા બદલ ટાર્ગેટ કર્યા હતાં. એક ઇન્ટરવ્યુંમાં જ્યારે રણબીર અને આલિયાને દેશની સ્થિતિ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમણે તેનો જવાબ આપવાનું ટાળ્યુ હતું અને કહ્યું તું કે, અમારા ઘરે વીજળી પાણી ટાઇમસર આવે છે. તેથી આ અંગે અમે કોઇ જ વાત નહીં કરીએ. આ વાત પર કંગનાએ બંનેની ટીકા રતાં કહ્યું હતું કે, આ એક્ટર્સ દેશને રિપ્રેઝન્ટ કરે છે અને તેઓને જ્યારે દેશ અંગેનાં સવાલ કરવામાં આવે છે તો તેઓ આવા બીનજવાબદારપૂર્ણ નિવેદન આપે છે તે કેવી રીતે ચાલે.