નદીઓ અને વૃક્ષોને બચાવવા માટે પોતાની કમાણીનો કેટલોક હિસ્સો દાનમાં આપશે આ એક્ટ્રેસ
abpasmita.in | 31 Aug 2019 10:08 PM (IST)
નીતિ આયોગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં આવનારા સમયમા સ્થિતિ ચિંતાજનક બની શકે છે.
નવી દિલ્હીઃ ગ્લોબલ વોમિંગનો મુદ્દો દુનિયાભરમાં છવાયેલો છે. તાજેતરમાં જ અમેઝોન જંગલોમાં અનેક દિવસોથી આગ લાગવાના કારણે દુનિયાભરના લોકોમાં આક્રોશ અને ચિંતા વ્યક્ત કરી છે. ભારતમાં તાજેતરમાં જ આ પ્રકારની કુદરતી આફત આવી હતી. ચેન્નઇમાં ભૂગર્ભ જળ ખત્મ થવાના કારણે શહેરમાં પાણી ખત્મ થઇ ગયું હતું. નીતિ આયોગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં આવનારા સમયમા સ્થિતિ ચિંતાજનક બની શકે છે. એવામાં બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે એક પર્યાવરણ સાથે જોડાયેલા કેમ્પેઇનમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે. કંગનાએ કાવેરી કોલિંગને પોતાનું સમર્થન આપ્યું છે. આ કેમ્પેઇનને સાધગુરુની ઇશ ફાઉન્ડેશન દ્ધારા કરવામાં આવી રહ્યું છે જેથી જંગલોનું ક્ષેત્ર વધારવામાં આવી શકે અને નદીઓની સ્થિતિને સારી બનાવી શકાય. એક રિપોર્ટ અનુસાર, કાવેરી કોલિંગ 12 વર્ષનો એક પ્રોગ્રામ છે જેમાં 242 કરોડ વૃક્ષો લગાવવામાં આવશે જેને કારણે ભૂગર્ભ દળ વધારવા અને નદીઓના ઇન્ફ્રાસ્ટક્ચરને યોગ્ય બનાવવાનો પ્રયાસ રહેશે. કંગનાએ આ કેમ્પેઇન સાથે જોડાવાને લઇને વાત કરતા કહ્યુ કે, આપણી નદીઓ જે આપણી લાઇફ માટે ખૂબ મહત્વપૂર્ણ છે તે ખત્મ થઇ રહી છે. ચેન્નઇમાં પાણી ખત્મ થઇ ગયુ છે એક ગ્લોબલ મુદ્દો બની ગયો છે. ચેન્નઇને લઇને એક્ટર લિયોનાર્ડો ડિ કેપ્રિયો પણ ચિંતિત રહ્યા હતા. હું શરમથી મરી જાઉં જો હું મારા દેશના ભવિષ્ય માટે કાંઇ નહી કરું તો.