નવી દિલ્હીઃ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ ભારતીય જનતા પાર્ટીને લઈ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે બીજેપીની તુલના વેશ્યાઓ સાથે કરી છે. પૂર્વ સીએમને જ્યારે પૂછવામાં આવ્યું કે, જેડીએસ કાર્યકર્તા કોંગ્રેસ સાથે ગઠબંધન તૂટવા માટે તમને જવાબદાર ગણાવી રહ્યા છે. આ સવાલના જવાબમાં સિદ્ધારમૈયાએ કહ્યું, વેશ્યાઓ જે ડાંસ કરી શકતી નથી, તેઓ કહે છે ડાંસ ફ્લોર નાચવા માટે યોગ્ય નથી.

વરિષ્ઠ કોંગ્રેસી નેતાના નિવેદનને જેડીએસ સાથે જોડીને જોવામાં આવતું હતું. પરંતુ તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું, વેશ્યાઓ ડાંસ ફ્લોરને લઈ ફરિયાદ કરતી નથી. ડાંસ ન કરી શકતી હોય તેવી ડાંસર્સ ફ્લોરને લઈ ફરિયાદ કરતી નથી. મારો મતલબ બીજેપી સાથે હતો, અન્ય કોઈ સાથે નહીં.


ઉલ્લેખનીય છે કે ગત મહિને જુલાઈમાં કર્ણાટકમાં 14 મહિના સુધી ચાલેલી કોંગ્રેસ-જેડીએસ સરકાર પડી ગઈ હતી. એચડી કુમારસ્વામીના નેતૃત્વવાળી ગઠબંધન સરકાર પડ્યા બાદ થોડા દિવસોમાં ભાજપે સરકાર નબાવી હતી. વિધાનસભામાં વિશ્વાસ મત પ્રસ્તાવ પર વોટિંગમાં ગઠબંધનને 99 અને ભાજપની તરફેણમાં 105 વોટ પડ્યા હતા.

કોહલીનો નંબર-1 બેટ્સમેનનો તાજ ખતરામાં, આ ખેલાડી પછાડી શકે છે વિરાટને

પાખંડી ઢબુડી માની મોડસ ઓપરેન્ડી આવી સામે, આ રીતે ચલાવતો હતો નેટવર્ક, જાણો વિગતે

આ સ્ટાર એકટ્રેસે પાર્ટીમાં સાથી કલાકારનું ઉતારી નાંખ્યું પેન્ટ ને..........