Kangana Ranaut Marriage Plan: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની ઓળખ હવે એક સાંસદ તરીકે પણ છે. તાજેતરમાં તેણે લોકસભા ચૂંટણી 2024માં હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતી હતી. હવે કંગના રનૌત સંસદમાં પહોંચી ગઈ છે. કંગના હવે એક સાથે બે બે જવાબદારી નિભાવી રહી છે.


તાજેતરમાં કંગના રનૌતની ફિલ્મ 'ઇમરજન્સી'નું ટ્રેલર રિલીઝ થયું હતું. આ પ્રસંગે અભિનેત્રીએ મીડિયાના ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. જ્યારે હવે કંગના રનૌતે તેના લગ્નના પ્લાનનો ખુલાસો કર્યો છે. કંગના રનૌતે જણાવ્યું કે તે પણ હવે લગ્ન કરવા માંગે છે અને પોતાનો પરિવાર ઇચ્છે છે.


દરેક પાસે એક પાર્ટનર હોવો જોઈએ


કંગના રનૌત તાજેતરમાં યુટ્યુબર રાજ શમાનીના પોડકાસ્ટ પર પહોંચી હતી. આ દરમિયાન તેમને રાજ શમાનીએ તેમના લગ્ન અંગે પ્રશ્ન પૂછ્યો. અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે, 'શું તે લગ્ન કરીને પોતાનો પરિવાર બનાવવા માંગે છે?' કંગનાએ કહ્યું, 'હા, બિલકુલ.'


આગળ તેમને રાજે પ્રશ્ન કર્યો કે, 'શું લગ્ન કરવું અનિવાર્ય છે?' તો અભિનેત્રીએ જણાવ્યું કે, 'મને લાગે છે કે દરેક પાસે એક સાથી હોવો જોઈએ. સાથી સાથે પણ મુશ્કેલીઓ હોય છે, પરંતુ સાથી વગર વધુ મુશ્કેલીઓ છે. એ વાત અલગ છે કે તમારે તમારો સાથી શોધવો પડશે. આ સૌથી મોટી ત્રાસદી છે જે તમારી સાથે થઈ શકે છે.'


કંગના રનૌતે આગળ કહ્યું કે, 'જેમ જેમ તમે મોટા થતા જાઓ છો, તમારા માટે એકબીજા સાથે તાલમેલ બેસાડવો એટલો જ મુશ્કેલ થતો જાય છે. જો તમે નાની ઉંમરે લગ્ન કરો છો, તો તે ખૂબ સરળ હોય છે. ગામડાંઓમાં લોકો ખૂબ નાની ઉંમરે લગ્ન કરી રહ્યા છે. આ ઉપરાંત, તે સમયે તમારો જોશ એટલો તીવ્ર હોય છે, જ્યારે તમે નાના હોવ છો ત્યારે તમારા જોશને દિશા આપવી ખૂબ સરળ હોય છે.'


6 સપ્ટેમ્બરે રિલીઝ થશે કંગનાની 'ઇમરજન્સી'


કંગના રનૌતની આગામી ફિલ્મ 'ઇમરજન્સી' 6 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. આમાં કંગના પૂર્વ PM ઇંદિરા ગાંધીના રોલમાં જોવા મળશે. જણાવી દઈએ કે કંગનાએ જ આ ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યું છે.


આ પણ વાંચોઃ 6 વર્ષની ઉંમરે ચાના ગ્લાસ ધોતો હતો આ અભિનેતા, 14ની ઉંમરે 55 વર્ષની નોકરાણી સાથે બનાવ્યા હતા સંબંધ