મુંબઈઃ હિન્દી ફિલ્મોની હોટ એક્ટ્રેસ કંગના રનૌત અને સુપરસ્ટાર ઋતિક રોશન વચ્ચે ફરી એક વાર યુધ્ધ શરૂ થઈ ગયું છે.  કંગનાની ફિલ્મ ‘મેન્ટલ હૈ ક્યા’ અને ઋતિકની ફિલ્મ ‘સુપર-30’ની રીલીઝિંગ ડેટ સાથે આવતી હોવાથી બંને સામસામે આવી ગયાં છે ત્યારે કંગનાની બહેન રંગોલીએ ઋતિક રોશનને સીધી ધમકી આપી છે. રંગોલીએ ઋતિક પર કંગના સામે નકારાત્મક પ્રચારનો આક્ષેપ મૂક્યો છે. રંગોલીએ ટ્વિટ કર્યું છે કે, ‘આવા વ્યક્તિ પાસે શું આશા રાખવી. મેદાન પર મળવાની જગ્યાએ પીઠ પાછળ ઘા કરે છે. જેટલો તુ અને તારું પીઆર કંગનાને નીચે પાડશે એટલી જ એ…… અત્યાર સુધી એ આ વિશે નહોતી વિચારતી  પણ હવે તુ જો….જાદૂ.’ રંગોલીએ એક બીજુ ટ્વિટ પણ કર્યું છે. તેમાં તેણે લખ્યું છે કે, ‘તુ પોતાના ચિલ્લર પીઆર પાસે ટ્વિટ કરાવે છે. કંગના એક ઇન્ટરવ્યૂ આપશે અને તને પછાડશે.’  રંગોલીએ ઋતિકને ધમકી પણ આપી કે, ‘બાલાજી શું કંગના રનૌતનું પ્રોડક્શન હાઉસ છે જે તે જ્યારે ઇચ્છે ત્યારે ફિલ્મ રીલીઝ કરે, પરંતુ પપ્પૂ તો પપ્પૂ છે. કૉમન્સ સેન્સ તો છે જ નહીં. હવે દેખ બેટા, તારી શું હાલત થશે.’ રંગોલીએ લખ્યું કે, ‘કંગનાએ એકતા કપૂરને 26 જુલાઈનાં મેન્ટલ હૈ ક્યા ફિલ્મ રીલીઝ કરવા કહ્યું, પરંતુ એકતા બોલી કે એક નિર્માતા તરીકે તેને ફિલ્મ રીલીઝ ડેટ નક્કી કરવાનો અધિકાર છે. પછી એકતા પોતાના બાળપણનાં દોસ્ત ઋતિકને મળી હતી અને પછી બંનેએ મળીને આ નિર્ણય લીધો.’ હાલમાં જ કંગનાની ફિલ્મ ‘મેન્ટલ હૈ ક્યા’ની રીલીઝ ડેટ બદલવામાં આવી છે. હવે આ ફિલ્મ 21 જુલાઈના બદલે 26 જુલાઈનાં રોજ રીલીઝ થશે. 26 જુલાઈનાં ઋતિક રોશનની ફિલ્મ ‘સુપર-30’ પણ રીલીઝ થઈ રહી છે. તેના કારણે બંને ફિલ્મો વચ્ચે ટકરાવ થશે એ નક્કી છે. સ્વરા ભાસ્કર સાથે સેલ્ફી લઇને ફેન્સે કહ્યું- મેડમ, આવશે તો મોદી જ, જુઓ વીડિયો પાકિસ્તાનના ક્યા ધુરંધર ક્રિકેટરે કબૂલ્યુઃ ભારત સામે રમતી વખતે મારા હાથ ધ્રૂજતા હતા, બોલ દેખાતો નહોતો.... બોટાદઃ ઢસા ગુરુકુળમાં સ્વામી પર હુમલો, પોલીસે હાથ ધરી તપાસ, જુઓ વીડિયો