નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી પર તેમને યાદ કરતા એક ટ્વિટ કરી હતી. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. કંગનાએ સરદાર પટેલની જયંતી પર શ્રદ્રાંજલિ આપી હતી. સાથે તેણે ટ્વીટમાં મહાત્મા ગાંધી અને પંડિત જવાહર લાલ નેહરુની આલોચના પણ કરી હતી.

કંગનાએ ટ્વીટ કરીને લખ્યું કે, “તેમણે ગાંધીને ખુશ કરવા માટે ભારતના પ્રથમ પ્રધાનમંત્રી તરીકે પોતાનું સૌથી યોગ્ય અને નિર્વાચિત પદનું બલિદાન આપી દીધું, કારણ કે ગાંધીને લાગતું હતું કે નેહરુ સારું અંગ્રેજી બોલે છે. તેનાથી સરદાર પટેલને નહીં પણ સમગ્ર દેશને દાયકાઓ સુધી નુકસાન ભોગવવું પડ્યું. આપણે બેસરમીથી તે છીનવી લેવું જોઈએ જેના પર આપણો અધિકાર છે. ”


કંગનાએ વધું એક ટ્વિટ કરી હતી, જેમા લખ્યું કે, તે ભારતના અસલી લોખંડી પુરુષ છે. મારુ માનવું છે કે, ગાંધીજી નેહરુની જેમ એક કમજોર દિમાગ ઈચ્છતા હતા. જેથી તે તેમને નિયંત્રણમાં રાખી શકે અને નેહરુને આગળ કરી તમામ નિર્ણયો લઈ શકે. આ એક સારી યોજના હતો, પરંતુ ગાંધીજીના નિધન બાદ જે થયું તે ખૂબજ મોટી આફત હતી.