2 સપ્તાહ સુધી કબડ્ડીની ટ્રેનિંગ લેશે આ હોટ એક્ટ્રેસ, કારણ છે ખાસ
સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર કંગના 'મેન્ટલ હૈ ક્યા'ની શૂટિંગ જૂલાઇ સુધી પૂર્ણ કરશે અને બાદમાં આ ફિલ્મનો ભાગ બનશે.
કંગના આ ફિલ્મમાં એક કબડ્ડી પ્લેયરની ભૂમિકામાં જોવા મળશે. તેથી જ કંગના હાલમાં તેની ટ્રેનિંગ લેવાની છે.
'મેન્ટલ હૈ ક્યા' બાદ હવે કંગના રનૌટ આ કબડ્ડી પ્લેયરની ભૂમિકાવાળી ફિલ્મમાં નજર આવશે. જે આ ફિલ્મમાં એક એથલીસ્ટની ભૂમિકામાં હશે.
કંગના કબડ્ડીના નિયમોનો ઉંડાણથી અભ્યાસ કરશે. હાલમાં આ ફિલ્મના નામની જાહેરાત થઇ નથી. આ ફિલ્મને 'બરેલી કી બર્ફી'નાં ડિરેક્ટર અય્યર તિવારી ડિરેક્ટ કરવાનાં છે.
નવી દિલ્હીઃ કંગના રનૌત હાલમાં ખૂબ જ વ્યસ્ત છે. તેની બે ફિલ્મો ‘મેન્ટલ હૈ ક્યા’ અને ‘રાણી લક્ષ્મીબાઈ’નું શૂટિંગ હાલમાં ચાલી રહ્યું છે. પરંતુ કંગના સાથે જોડાયેલ એક અહેવાલ સામે આવ્યા છે કે આ ફિલ્મો ઉપરાંત એક ફિલ્મ સાઈન કરી છે, જેમાં તે એથલીટની ભૂમિકા ભજવતી જોવા મળશે.
આપને જણાવી દઇએ કે એવું પહેલી વખત બનશે જ્યારે કંગના કોઇ સ્પોર્ટ્સ ફિલ્મનો ભાગ બનશે. અહીં કંગના રનૌત બે અઠવાડિયા સુધી કબડ્ડી પ્લેયર્સની સાથે સમય વિતાવશે.