મુંબઇઃ એક્ટ્રેસ કંગના રનૌત અને રંગોલીના મહેશ ભટ્ટની ફેમિલી પર હુમલા બંધ થવાની નામ નથી લેતા, કંગનાની જગ્યાએ આજકાલ રંગોલી સોશ્યલ મીડિયા દ્વારા સતત આલિયા ભટ્ટ, સોની રાજદાન અને મહેશ ભટ્ટ પર એક પછી એક વાર કરી રહી છે.



રંગોલીએ ટ્વીટ કરને મહેશ ભટ્ટ એન્ડે ફેમિલી પર એટેક કર્યો છે, તેને ગંભીર આરોપ લગાવતા દાવો કર્યો કે મહેશ ભટ્ટે ફિલ્મ 'વો લમ્હે'ની સ્ક્રીનિંગ દરમિયાન કંગના રનૌતની બેઇજ્જતી કરી હતી, તેના પર ચપ્પલ ફેંક્યા હતા. આ સમયે મારી બહેન ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી હતી.

ખરેખર, સોની રાજદાને કંગના દ્વારા આલિયા ભટ્ટને નિશાને લેવા પર પ્રતિક્રિયા આપી હતી કે, 'મહેશ ભટ્ટે કંગનાને બ્રેક આપ્યો હતો અને તે તેની પત્ની અને દીકરી પર વારંવાર એટેક કરી રહી છે. હવે દુર્વ્યવહાર અને નફરત વિશે બોલવામાં બચ્યું જ શું છે...' ત્યારબાદ ટ્વીટર વૉર શરૂ થઇ ગયુ હતું.